પૃષ્ઠ:Nupur Zankar.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧


વદી પાછો હું કરું
ઊંડાં મનન ઘેરા મને.

( ખંડશિખરિણી. )
“કલહકપટો દુષ્ટ જનનાં,
વણી વિષમ અન્યાય જગના,
મ્લાનિ હારા હૃદયકુસુમે, મર્દીજ દઈ,
ખીલે પાછું શું એ કુસુમ કુમળું આ ભવ મહિં ?
—ઘુવડ તહિં બોલ્યું — કદી નહિ !” ૧૦

(ખંડહરિગીત.)

“ચૂપ ! સૂપ ! ઉલૂક તું
અણપૂછ્યો વચમાં લવે ?”
એટલું વદી મૂક હું
બની વ્યોમમાં નિરખું હવે.૧૧

(ખંડશિખરિણી.)
“હૃદય તણી તન્ત્રી તૂટી ગઈ,
મધુર મુજ વિણા એક થઈ,
નમૅરા આઘાતો વિકટ જગના એ સહી સહી;—
ફરી શું સંગીતે મધુર સુર લેશે રસ વહી ?”
ઘુવડ વદતું — “એ કદી નહિં !”૧૨