પૃષ્ઠ:Nupur Zankar.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૮


( ખંડરિશખરિણી. )

હવે સન્ધ્યારંગે, ઉડુ મહિંં, વળી વ્યોમકુહરે,
સુણું તેડાં ત્હાંરાં જગજનનિ ઓ ! પ્રેમલ સુરે;
વિષમ જગનું ગાન વિખરે,
પરમ કંઈ સંગીત પસરે.” ૧૫/




(વસન્તતિલકા.)

હાવાં અનેક, જુજવાં, અશરીર ગાન,
તારાગણે, ગગન, સિન્ધુ વિશે મહાન,
વાજી રહ્યા સતત ચોગમ વારવાર;—
ને જો ! પછી વિરલ શો બનિયો પ્રકાર ! ૧૬

પ્રત્યેક ગાન બનિયું સ્વર એક એક,
ગૂંથાઈ એ સ્વર બધા અવિરોધી છેક,
જો ! ઉપન્યું અનુપ ગાન મહાન બીજું,
ગાજી રહ્યું પ્રકૃતિમાં સ્થિર એ સુરીલું ! ૧૭