પૃષ્ઠ:Nupur Zankar.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપહાર.

જીવનસખી !

(વસન્તતિલકા)


સૌભાગ્યકુંકુમસુહાતી રમે ઉષા જ્ય્હાં,
તે વાડીમાંથી કુસુમો કંઈ વીણી તાજાં
મ્હેં માળ ગૂંથી, સખિ ! જે બહુ કાળ પૂર્વે,
ત્હેનું લઈ રમી તું સૌરભ પ્રેમગર્વે. ૧

ઉલ્લાસકાળ શમિયો ન શમ્યો જ જ્ય્હારે,
વીણાતણા ધ્વનિ થયા હૃદયે જ ભારે;
મ્હેં તો સુરો ગજવતી જગવી જ વીણા,
તે ત્હેં ઝીલ્યા સખિ ! સુરો સહુ ભાવભીના. ૨

ત્હેં આમ જીવન વિશે રસમન્ત્ર પૂર્યો,
જે’ને બળે વિષમ માર્ગ બન્યો મધુરો;
ને પ્રેમતન્ત્ર મૃદુભાવભરેલ ત્હારો,
શ્રદ્ધાથી મ્હેં અનુભવ્યો સુખ આપનારો. ૩

એથી મહાન હિતકાર્ય કર્યાં સખી ! ત્હેં,
કાં રાખું ગુપ્ત ? જગને જણવું શી રીતે ?
પ્રેમાગ્નિહોત્રપથમાં સહધર્મચારે,
દોર્યો મ્હને તિમિર વિઘ્ન વિદારી ભારે. ૪