પૃષ્ઠ:Palkara.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
94
પલકારા
 

લેબાસમાં બેઠા. છઠ્ઠી બેઠી હતી જાસૂસ સુંદરી. એની આંખો શત્રુદળ કેદીઓ ઉપર રમતી રમતી કોઈ એક ચહેરાને શોધતી હતી.

એક પછી એક કેદી અદાલતની સન્મુખ આવ્યો, શિસ્ત મુજબ ઊભો રહ્યો, પોતાના ગોળા વછૂટે એવા જ ટૂંકા જવાબો દેતો ગયો અને હુકમ મુજબ કેદીની છાવણીમાં ચાલતો થયો. એ તમામને જીવતા રાખવાના હતા.

છેલ્લો જે આવ્યો તેનો સીનો જુદી ભાતનો હતો : સુરવાળ, ઓવરકોટ અને શિર ઉપર ઊંચા પહોળા પટાની રૂંછાદાર ટોપી પહેરેલ મોઢું સંદર નહોતું, પણ સુંદરતાના અભાવને નિશ્ચયની રેખાઓ પૂરી રહી હતી. એ મનુષ્ય હતો કે બિડાયેલો લોખંડી કબાટ હતો ?

અદાલતના અફસરે લાગણીહીન પ્રશ્ન પૂછ્યો : “નામ ?” જવાબ ન મળ્યો.

“દરજ્જો ?”

જવાબ ન મળ્યો.

“રેજિમેન્ટ ?”

જવાબ ન મળ્યો.

અદાલતના પાંચ અફસરોએ ઊંચે જોયું : ચહેરો પરિચિત દેખાયો. એક અફસરે પૂછ્યું : “અગાઉ અહીં આવેલ ?”

જવાબ મળ્યો : “અનેક વાર.”

“ક્યારે ક્યારે ? ક્યાં ? કયા કામમાં ?”

“શત્રુઓનું પેટ તપાસી લેવા. વધુ પ્રશ્નો મત પૂછો.”

“સીધા જવાબ આપો.”

કેદી નિરુત્તર રહ્યો.

“મને ઓળખો છો ?” કેદીને કાને એક સ્ત્રીનો સ્વર પડ્યો.

એણે એ જાસુસ સુંદરી તરફ ઠંડીગાર નિગાહ કરીને એટલું જ કહ્યું : “ના જી.”

“યાદ કરો, યાદ કરો; ઓળખશો !” ઓરતે કટાક્ષ કર્યો. કેદીએ એની સામે પણ ન જોયું.