પૃષ્ઠ:Palkara.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બદનામ
97
 

એકાએક એના હાથમાંથી રિવૉલ્વર નીચે પડી.

પુરુષ છલાંગ્યો. ઓરતે રિવૉલ્વર પાસે પહોંચવાની ખાસ ઉતાવળ કરી નહિ.

પુરુષે રિતૉલ્વર હાથ કરી. ને પછી રિવૉલ્વરની નળી ઓરતની સામે તાકતો તાકતો, પાછે પગલે બાર નીકળી ગયો.

ઓરત સમતા રાખીને બેસી રહી. પછી ધીરે ધીરે એ ઉઠી બારી ઉપર ગઈ.

એણે જોયું : કેદી બહુ જ નીચે ઉતરી ગયો હતો. કેદીએ નજીકના મેદાન પર તરવર પગલે દોટ દીધી. મેદાન પર મોટાં પક્ષીઓ જેવાં કશાક વાહનો પડ્યાં હતાં. એમાંના એક પક્ષીયંત્રની પીઠમાં એ ચડી બેઠો : યંત્રે પાંખોના ઝંકાર કર્યા : પક્ષીએ આકાશના માર્ગ પર ગતિ છોડી મૂકી.

છાવણીમાં હોહાકર મચી રહ્યો હતો. અને મશીન-ગનોની આકાશગામી નળીઓમાંથી તડતડાટ ગોળીઓ ફૂટી રહી હતી, ત્યારે–

–બુરજની બારીએ ઊભેલી ઓરત મીઠાશભરી આંખે દૂર દૂર ચાલ્યા જતા વિમાનને નિહાળતી હતી.

[6]

“તેં ? તેં ઊઠીને એને નસાડ્યો ?”

“શા માટે નસાડ્યો એને ?”

“એ ભયંકરમાં ભયંકર શત્રુને તેં શા માટે જતો કર્યો ?”

“દેશનું સત્યાનાશ વળી જશે એ સમજે છે તું ?”

“તારી કરકિર્દીની ઉજ્જવલમાં ઉજ્જવલ ક્ષણે તેં આ શું કર્યું ?”

એ-ની એ જ લશ્કરી અદાલત બેઠી હતી. અફસરો પ્રશ્નો પર પ્રશ્નો પૂછતા હતા.

ઓરત પોતાની હંમેશની સમતા સાચવીને બેઠી બેઠી સવાલોનો મારો ઝીલતી હતી.

“અમને કહે, તેં એને શા માટે નાસવા દીધો ?”

“કદાચ —” ઓરત સહેજ અચકાઈ; પછી : “કદાચ એના