પૃષ્ઠ:Palkara.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
114
પલકારા
 

છું.”

એણે પંજો લાંબો કર્યો.

કોઈ બોલી ઊઠ્યું : “ત્યારે શું અત્યાર સુધીની કતલ નામોશીમાં જશે? - નામર્દાઈમાં ખપશે ?”

“કોણ છે એ ? કહીને જલ્લાદે મીટ ઠેરવી, એ જ મોં જેના ઉપરી એની પહેલી નજર થોભી ગઈ હતી.

“તમે કોણ છો ? આ કોણ છે ? આપણો જણ તો નથી લાગતો. સુલેહની વાત વચ્ચે ઝેરી જબાન ચલાવના૨ આ કોણ છે ?”

“મારા પૈસા લાવો.” અજાણ્યા શખ્સે કહ્યું.

“તમારા પૈસા ?” જલ્લાદે વાત સમજી લીધી : “આ મારા ભોળા ભાંડુઓના હત્યાકાંડ માટે ધીરેલા ? એ માટે જ આ વેર જીવતાં રાખવા માગો છો કે ? તમારા પૈસા આપવા હું હમણાં બહાર આવું છું. હવે મને ગમ પડી કે કોની ગરદનમાં મારા સેંકડો લોહીભાઈઓની રૂંઢમાલા રોપાઈ છે !”

એની બાંયમાંથી કુહાડો ડોકાયો – ને સહુની આંખો ખેંચાઈ ગઈ.

“જલ્લાદજી !”

“હા. એક જ માથું બાકી રહ્યું છે. હવે બીજા કોઈ બીશો નહીં.”

*

જલ્લાદ શાંતિ સ્થાપીને ઘેર આવતો હતો. બન્ને કોમને લડાવી મારનાર વિદેશી સ્વાર્થ સાધુની ગરદન પર એની કુહાડી ઝીંકાઈ ચૂકી હતી. હવે કુહાડીને બાંયમાંથી હેઠે ઉતારીને એનું સ્થાન મારી તોયાને આપીશ, એવી આશાએ એનાં પગલાં ઘર ભણી ઝડપ લેતાં હતાં. સાથેના ગુપ્ત મંડળનો બુઢ્‌ઢો પ્રમુખ હતો.

દરવાજામાં દાખલ થતાં જ પાછલા બાગના ફુવારા પર એ બેઉએ દૃષ્ટોદૃષ્ટ દીઠું : યુવાન સ્વયંસેવક અને તોયા સ્નેહાલિંગનમાં લથબથ પડ્યાં હતાં.

“કુહાડાની તરસ હજુ બાકી છે, ભાઈ !” બુઢ્‌ઢાએ જલ્લાદને આટલું કહેતે કહેતે દાંત કચડ્યા; એના ચહેરાએ તોયાના સ્વામીને કરપીણ સૂચનો