પૃષ્ઠ:Palkara.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
140
પલકારા
 

સાંજના સાતેક વાગ્યાને સુમારે, રેલગાડી એક વગડાઉ સ્ટેશનના યાર્ડમાં ખડી રહી અને સ્ટેશન માસ્તરે ડ્રાઈવરે તથા ગાર્ડ પોતાની સાથે ભરી બંદૂકોની નળીઓ છેક છાતીની લગોલગ ચંપાતી દીઠી.

ટ્રેનને લૂંટતા લૂંટતા ડાકુઓ એક નાના ખાનામાં આવ્યા ત્યારે એક મુસાફર આંખે ચશ્માં પહેરીને ઊંધે માથે કંઈક લખતો હતો.

બંદૂક તાકીને પાંચાએ એને ઢંઢોળ્યો : “આટલો બધો મશગૂલ ઇશ્કનો કાગળ લખતો લાગે છે !”

“હું રિપોર્ટ લખું છું. કોણ છો તમે ? બેસવું હોય તો આ રહી જગ્યા.” લખનારે ફરી માથું ઊંધું નાખ્યું.

“એ જુવાન !” પાંચાએ એને ફરી વાર હડબડાવ્યો. “અહીં હવે જગ્યા નથી. હેઠા ઊતરો.”

“કોણ છો તમે ?”

“કાકા.”

“કોના ?”

“ભત્રીજા ! બાપ ! તારા, હેઠો ઊતર. માલ દઈ દે હું. પાંચો –”

“તમે પાંચા ડાકુ છો ? ઊભા રો’, તમારી છબી પાડી લઉં.” લખનારે કૅમેરા ખોલ્યો. ચપ ચપ ચાંપો ઉપર એની આંગળી ચાલી.

“મારી છબીને શું કરશો, હેં ભત્રીજા ?”

“હું … છાપાનો પ્રતિનિધિ છું. અમારું છાપું નગરમાં તમામ બીજાથી માતબર છાપું છે. તમને મળીને હું ઘણો ખુશહાલ બન્યો છું, પાંચા બહારવટિયા !”

“ઓહો ! તયેં તો તમને જ બાન પકડી જવામાં કસ છે. લ્યો હાલો, ત્યાં ફુરસદે મારી છબિયું પાડજો.”

એક ટારડા ઘોડા ઉપર છાપાવાળાને જબરદસ્તીથી ચડાવવામાં આવ્યો. પણ, ‘ઘોડેસવારી’ પરની ચોપડીનું અવલોકન ખુદ પોતે લખેલું છતાં, છાપાવાળાનો દેહ સમતોલપણું નથી સાચવી શકતો એવું જોતાંની વાર જ બહારવટિયાએ હુકમ દીધો કે “એને ઘોડા ભેળો રસીથી જકડી