પૃષ્ઠ:Palkara.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
પલકારા
 

માસ્તર સાહેબે પ્રથમ પેલા છોકરાનાં માતુશ્રી શેઠાણીજી તરફ ને પછી પ્રોપ્રાયટર સાહેબ તરફ ખંજર જેવી દૃષ્ટિ ચોડીને પછી વિદ્યાર્થીઓ પ્રત્યે કહ્યું :

“શાબાશ, વહાલા વિદ્યાર્થીઓ ! ઇતિહાસનું જ્ઞાન કોણ કેટલું ધરાવે છે તે ખબર તમને સહુને પડી ગઈ. ઇનામ અને ચંદ્રક કોને અપાય છે તે પણ તમે જોઈ લીધું. આ સુવર્ણચંદ્રકનું ઇનામ હું તમારામાંથી કોઈ એકને શી રીતે આપું ? હું તો એ તમારા આખા વર્ગને અર્પણ કરું છું. ને તમને કહેતો જાઉં છું કે આ દીવાલ પર લટકતાં જે સુવર્ણસૂત્રો મેં તમને ખૂબ ગોખાવ્યાં છે, તેને વીસરી જજો. સંસારમાં પડો ત્યારે યાદ રાખજો કે –

गुणा^:पूजास्ठानं નહી,પણ सर्वे गुणा^: कान्वनमाश्रायन्ते ૐ યાદ રાખજો કે સત્યનો સદા જય થાય છે તે વાત જૂઠી છે, જૂઠી છે. પછી ઉશ્કેરાટ શમાવી દઈ એણે ભદ્ર કંઠે અને વહાલાતુર વદને ઉમેર્યું :

"પરંતુ... પરંતુ મારા બાળકો ! જગતમાં પ્રવર્તી રહેલા આ ઘોર દંભ તથા અન્યાયની વચ્ચે એક નાનો એવો પ્રસંગ વીસરતા નહિ, કે જે એક પ્રસંગે કંઈ નહિ તો જીવનમાં એક જ વાર, એક પંતુજીને હાથે, એક નાના વર્ગની અંદર તમને તમારા સાચનો શુભ ન્યાય મળ્યો હતો. આટલું કહીને હું તમારી રજા લઉં છું.”

માસ્તર સાહેબ ઊભા થયા. સંધ્યાકાળના એ ઝાંખા પ્રકાશમાં બારણા પાસે ગયા, વીજળી-બત્તીનું બટન દબાવ્યું. બત્તી બુઝાવી.


⟨⟩ ⟨⟩