પૃષ્ઠ:Palkara.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
46
પલકારા
 

ઊછરેલી તપોવનની તાપસકન્યા જેવી બાબીને એક દિવસ એક યુવકના મોંની આરસીમાં પોતાનું જોબન દેખાયું. તપોવનનાં મૃગલાં જેવું, ફૂલો જેવુ' ઓચિંતી છલી ગયેલી નદી જેવું, નીતરતી સંધ્યા જેવું, એ જોબન હતુ. તે દિવસે એને પ્રથમ ભાન થયું, કે લપતું ને છપતું કશુંક એના દેહપ્રાણમાં પ્રવેશી જઈને રોમેરોમનો કબજો લઈ બેઠું છે. તે દિવસે એ પોતે પોતાને નિહાળી ચકિત બની ગઈ. અને સંધ્યાની લાલપમાં તરબોળ બનેલી એ જ્યારે ધર્માલયમાં દાખલ થઈ ત્યારે એ એકલી નહોતી રહી જાણે : જાણે. એની બાજુમાં કોઈક બીજું જણ પણ લપાતું લપાતું આવી રહ્યું છે.

બાબી આવીને માતાના પગ પાસે બેસી ગઈ. બાબીના હસતા ગાલ પર અશ્રુધારાઓ ચાલી જતી હતી.

મૈયાને તો ચાળીસ પૂરાં થયાં હતાં. બાબીની આંખોના અકથ્ય ભાવ મા ઉકેલી રહી હતી.

"બાબી, બેટા, તને શું થયું છે?”

“કંઈક – કંઈક – કંઈક મને થયું છે, મા!”

બાબી ન કહી શકી.

દાક્તર આવ્યા. એણે બાબીના વેવિશાળની વાત કરી : મુહૂર્ત જોવરાવી રાખ્યું છે; ફાલ્ગુનમાં લગ્ન પતાવી નાખવાં છે. બાબી દીકરી ઠેકાણે પડી જાય, એટલે મારો પણ છુટકારો થાય. મને એંશી વર્ષો થયાં; સુકાયેલ પાંદ ક્યારે ખરી જશે એ કોને ખબર? ને નવી મૈયા! તમારા આશીર્વાદ લઈને બાબી વિદાય લ્યે, એટલે એનું પણ કલ્યાણ થાય.”

બાબીનું વેવિશાળ, બાબીની લગ્નતિથિનો નિર્ણય, બાબીની વિદાય વગેરે વાતો જેમ જેમ બોલાતી ગઈ, તેમ તેમ નવી મૈયાના મોં પરથી ચેતન ઊડવા લાગ્યું. વીસ વર્ષોના આશ્રમ-જીવનના અણુએ અણને વ્યાપી બેઠેલું બાળ એકાએક વિદાય લઈ જ કેમ શકે? ને જાય તો મારી શી વલે થશે? આ કોણ દગલબાજી રમી રહ્યું છે? કોણ ચોર જાગ્યો? આવી ગંભીર છેતરપિંડી! આવી ભારી ઉઠાઉગીરી? આવી ઘાતકી લીલા! એકના કલેજામાં છૂરી ભોંકીને એનું પ્રાણધન ઉઠાવી બીજો ચાલ્યો જાય, એને