પૃષ્ઠ:Palkara.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
64
પલકારા
 

દેતો દેતો : આંખોના ખૂણામાં હાસ્યની જ્વાલા જલાવતો એ આવ્યો : વહેલ માછલીની ચીકણી ચરબીમાં ગઈ કાલે જ નહાયેલો ભાલો એના હાથમાં છે.

“કેમ ? શું કામ છે ?” સોદાગરે પ્રથમ પડછાયો દીઠો – પછી દીઠો માલાને : કાળમૂર્તિ સમો દીઠો : ઠંડીગાર બે આંખોમાં ઝનૂન જલતું દીઠું : દબાવેલા દાંત દીઠા.

“કંઈ નહિ, ફક્ત આ ભાલો પાછો સોંપવા આવ્યો છું.”

કાળમૂર્તિ માલો આગળ વધ્યો; સોદાગરની છાતી થડકી ઊઠી. માલાએ ભાલો ઉઠાવ્યો.

સોદાગરના હાથમાંથી છુરી છૂટી, માલાના ખભા ઉપર ખૂંચી ગઈ.

ત્યાં તો માલાએ ભાલો સહીસલામત સોંપી દીધો હતો. સોદાગરનો દેહ થોડી વાર તરફડીને શાંતિ પામ્યો.

પોતાના ખભામાંથી માલાએ છુરી ખેંચી કાઢી બહાર નીકળીને એણે કુત્તા-ગાડી હાંકી મૂકી, સોદાગરના કલેજામાં ભાલો પ્રશ્ન કરી રહ્યો હતો : ‘પ્યાર ! ઓરતોના વેપાર કરનારા આ ભાડખાયાઓને પ્યાર !’

[4]

આઠ દિવસ પછીની એક સાંજરે ગામના કુત્તાનું ‘ડા…ઉ ! ડા…ઉ !’ કલ્પાંત ઊઠ્યું. ગામલોકો બહાર નીકળ્યા.

આંખો ઉપર નેજવાં કરી કરીને સહુ એ નવી દોડી આવતી કુત્તાગાડીને ખોળવા મથતાં હતાં. ત્યાં તો –

“માલો ! નક્કી માલો આવ્યો !” એવો હર્ષોદ્‌ગાર નીકળ્યો.

“સાચો ! સાચો ! ઈવાએ ઓળખી કાઢ્યો !" ગાડી નજીક આવતાં લોકોએ ચસ્કા કર્યા.

ઇવા - બે ઓરતોવાળા આશ્રિત દોસ્તની નાનેરી બાયડી – એકીટશે નીરખી રહી : “માલો આવ્યો !”

“માલા ! માલા !” ગામલોકોનો ઘેરો બંધાઈ ગયો : “બહુ રોકાણા, માલા ! ગામ ભૂખે મરતું થઈ ગયું, માલા !”

“સમાચાર પોગ્યા’તા મને.” માલાએ ડોકું ધુણાવ્યું. સૂનકાર ચહેરે