પૃષ્ઠ:Palkara.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
76
પલકારા
 

"નહિ નહિ. એણે એકલાએ જ આવવાનું છે.”

માલાને આ વાત ગમી નહિ. એણે કહ્યું : “તો પછી મારે નથી આવવું.”

"પણ, ભાઈ માલા !” કાણિયા દુભાષિયાએ માલાના હૃદયના મર્મભાગ પર ઘા કર્યો : “જો તું બચ્ચાંને ભેળાં લઈશ ને તો આ બચાડા બેય ભાઈબંધોની રોટી તૂટી જશે : એનો ઉપરી એને કાઢી મૂકશે."

“એમ....!” માલો વિચારમાં પડ્યો : “ત્યારે તો કાંઈ નહિ.” ફરીથી માલો કૂબામાં દોડ્યો; જઈને ઓરતોને કહ્યું : “ઇવા ! જૂની ! તમે હવે સાબદાં થાશો મા !”

"કેમ, માલા?

“બચાડા આપણા ભાઈબંધોની રોટી તૂટી જાય એવું છે; માટે હું એકલો જ જઈ આવું.”

ઇવા ગમગીન ચહેરે ઊભી થઈ રહી; એટલું જ બોલી: "માલા ! તુંને એકલો મૂકવાનું મારું દિલ ચાલતું નથી. આ ફેરા મને કાંઈ ગમ પડતી નથી.”

"ઇવા ! માલો ગિયો છે ત્યાંથી પાછો આવ્યા વિના કે'દી રિયો છે? એટલો ઇતબાર શું રહેતો નથી, ગાંડી ?

તૈયાર ઊભેલી કુત્તા-ગાડીમાં બાપુ સાથે જવા માટે ચડી બેસતાં નાનાં બચ્ચાંને ત્રણ વાર ઉતારી નાખી માલાએ રાશ હાથમાં લીધી; કુત્તાને ડચકાર્યા.

[12]

છ મહિના ઉપર જ્યાં ગોરાનું જહાજ નાંગરીને એના કાળા ઓછાયા પાડી ગયું હતું, તે જ જગ્યાએ લાકડાની લાઈનબંધ કોટડીઓ ઊભી થઈ હતી; ઉપર વાવટો ઊડતો હતો. રાઇફલો, કારતૂસના પટ્ટાઓ, ચકચકિત ચાંદ-ચગદાં, ખાખી લેબાસ, પરેડ, પહેરેગીર, ઘોડેસવારી ઇત્યાદિ ચિહ્નો કોઈક નવા સ્થપાયેલા લશ્કરી મામલાનો ખ્યાલ કરાવી રહ્યાં હતાં. બ્યૂગલ બજતું, ઘોડા ડાબલા પછડાતા. ગોરા સોલ્જરો લશ્કરી સલામો ભરતા ને