પૃષ્ઠ:Pankaj.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમાન હક્ક : ૧૮૫
 

તેણે ખિસ્સામાં મૂકી તે મૂકતાં બરાબર તેણે જોયું કે સુકન્યા તેની પાછળ ઉભી ઊભી તેની ચર્ચા જોતી હતી. ભગીરથ સહેજ સંકોચાયો.

'શું લઈ જાય છે?' સુકન્યાએ ગાંભીર્યથી પૂછ્યું. કલાકોના કલાક પછી એ ગમતો ઘાંટો ભગીરથે સાંભળ્યો.

'એ જાણવાનો તને હક્ક નથી.' ભગીરથે જવાબ આપ્યો.

'એમ કે? તારા હક્ક તું ભોગવ્યા કર.' સુકન્યા બોલી, અને ત્યાંથી પાછી ફરવા લાગી.

'પણ તું જાય છે ક્યાં?' ભગીરથે સુકન્યાનો હાથ પકડી પૂછ્યું.

'ફાવે ત્યાં. એ જાણવાનો તને હક્ક નથી.' કહી સુકન્યાએ ભગીરથનો હાથ તરછોડી નાખ્યો.

ગુસ્સે થવું, પાછા અબોલા લેવા, કે હસવું એની ગૂંચવણમાં પડેલો ભગીરથ સુકન્યાની સામે જોઈ રહ્યો. ભાંગેલા અબોલા ફરી તાજા કરવાની હિંમત રહી ન હતી. હસવા માટે બન્ને તૈયાર હોવા છતાં બંનેનું સ્વમાન તેમ કરવા દે એમ ન હતું. એટલે ગુસ્સે થઈને પણ પરસ્પર સાથે બોલવું એ જ એક માર્ગ રહ્યો હતો. તેણે ગુસ્સામાં પૂછ્યું :

'મારા ઘરમાંથી તું ક્યાં જાય છે તે જાણવાનો મને હક્ક નથી ?'

'જરા ય નહિ. મારા ઘરમાંથી તું ગયો તે તેં મને કહ્યું હતું ?' સુકન્યાએ સામો જવાબ આપ્યો.

'મેં ચિઠ્ઠી લખી હતી. પણ આ તારા હાથમાં શું છુપાવ્યું છે?' ભગીરથને જોતાં બરાબર જોરથી મુઠ્ઠી વાળી સુકન્યાએ કશી વસ્તુ સંતાડી હતી તે હજી તેના હાથમાં જ રહી ગઈ હતી, તેનો ઉલ્લેખ ભગીરથે કર્યો.

પરંતુ સમાન હક્કને જીવની માફક જાળવી લેતી સુકન્યા બોલી : 'તારા ખિસ્સામાં શું સંતાડ્યું તે બતાવે, પછી હું મુઠ્ઠીમાં