પૃષ્ઠ:Pankaj.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦ : પંકજ
 

કવચિત્ તેઓ અણધાર્યા આવે ત્યારે તેમને પણ સુરેન્દ્રની ઘેલછા સહજ દેખાઈ આવતી. ફરી લગ્ન કરવાથી તેની આ ઘેલછા ઘટી જશે એમ માનતા તેના મિત્રોના આગ્રહને તે હસી કાઢતો; એટલું જ નહિ, તે મિત્રોને મશ્કરીખોર અગર ઘેલા માનતો. કોઈ કોઈ વખત તે જવાબ આપતો :

'એની પત્ની છતાં બીજી વાર પરણવું એ અમારી ન્યાતને રિવાજ નથી.'

આખું જગત જાણતું હતું કે તેની પત્ની તો જગત છોડી ચાલી ગઈ છે. પરંતુ સુરેન્દ્રની તો ખાતરી જ હતી કે તેની પત્ની જીવતી હતી.

'ક્યાં છે તારી પત્ની ?' કવચિત ભાનુ પૂછતો.

'અંદર.'

'બહાર બેલાવ ને !'

આ મિત્રની આજ્ઞા સાંભળતાં સુરેન્દ્ર કોઈ વખત સ્તબ્ધ બની ઊંડાણમાં ઉતરી જતો અગર હસીને જવાબ આપતો.

'તમારા જેવી માગણી કરતા મિત્રોથી હું બચવા માગું છું.'

તેનો મૂક કે વાચાળ જવાબ મિત્રોના ભયમાં વધારો કરતો હતો. ખરે સુરેન્દ્ર ઘેલો જ થઈ ગયો !


ઘેલછાનો ઈલાજ ફરી લગ્નનો. તે સુરેન્દ્ર માટે અશક્ય હતો. બીજો ઈલાજ ડોકટરની સલાહનો.

દર્દી અજબ હતો. તેને પોતાનું દર્દ કબૂલ નહોતું. એટલે બહુ નાજુકાઈથી તેની તપાસ કરવાની હતી. ડોક્ટરે સલાહ આપી :

'છબીની ઘેલછા લાગી હોય તે તે દૂર કરી જુઓ ને !'

મિત્રોએ તેની તૈયારી કરવા માંડી. એક દિવસ નોકરની સહાય મેળવી તેમણે સુરેન્દ્રની મૃત પત્નીની છબી ત્યાંથી ખસેડી નાખી અને સુરેન્દ્રના આવવાની રાહ જોતાં તેઓ બેઠા.

સુરેન્દ્ર ધસમસ્યો ઘરમાં આવ્યો. જગતને મૃત લાગતી તેની