પૃષ્ઠ:Pankaj.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨ : પંકજ
 

અલબત્ત, તે પહેલાં હવેલી કેટલી ઝડપથી તૂટે છે તે જોવા તેઓ ત્રણ ચાર વખત આવી ગયા હતા. તેમનું ફરમાન હતું કે રાત પડતાં સુધીમાં હવેલીનો ભાગ જમીન સરસ થઈ જવો જોઈએ. મિસ્ત્રીએ બૂમ મારી :

'મુકાદમ !'

'જી, !' મુકાદમે કહ્યું.

'તમારે મફતના પૈસા ખાવા છે ખરું ને ?' કદી માણસો સાથે પણ ઊંચે સ્વરે ન બોલતા મિસ્ત્રીના મુખમાંથી આ શબ્દો સાંભળી મુકાદમ ગૂંચવાઈ ગયો.

'કેમ જયરામભાઈ ! આપે કરેલા હુકમ પ્રમાણે બધી હવેલી હવે ઉતારી પાડી છે.’ મુકાદમે કહ્યું.

'તમારા લોકોને આંખ ક્યાં હોય છે? લાવ પેલી સાંગ.' બહુ હર્ષથી હાથે કામ કરવાનું ભૂલી ગયેલા ધનિક કૉન્ટ્રાક્ટર જયરામે સાંગ લીધી અને પોતાની નજીક એક નાનો સરખો પગથિયાનો ભાગ જમીનથી બે ઈંટ ઉંચો રહેલો હતો તેને વેગપૂર્વક તેમણે ખોદી નાખ્યો. ત્રણચાર મિનિટમાં તો લગભગ બધી ઈંટો નીકળી ગઈ. માત્ર એક ઈંટ સહજ હઠીલી થઈ. જયરામ મિસ્ત્રીને પહેલી જ વાર ક્રોધનો આવેશ આવી ગયો. તેમણે મહાનબળથી ઈંટને એક લાત મારી. ઈંટ ગબડી આઘી પડી. આશ્ચર્યચક્તિ મજૂરો, સામે જોઈ તેઓ હસ્યા. મજૂરોના ટોળામાં એક ગૃહસ્થ ઊભેલો તેમણે ઓળખ્યો. મિસ્ત્રીના કાર્યને તે ક્યારનો ઉભો ઉભો જોયા કરતો હતો. તેને ઉદ્દેશી મિસ્ત્રીએ કહ્યું :

'હરિવલ્લભ શેઠ ! હું તમારા જેવો થયો નથી. તમને ઘર આપીને ઘર લીધું છે, સમજ્યા ?'

પોતાની પરંપરાની કીર્તિ સમી હવેલી આજ ને આજ ધૂળ ભેગી થઈ જાય છે એવી ખબર સાંભળી તેનાં છેલ્લાં દર્શન કરી લેવા હરિવલ્લભ શેઠ હવેલી પાસે આવી ફરતા હતા. મકાનો પ્રત્યે પણ