પૃષ્ઠ:Pankhadio.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એને ઓળખી ?

વીસમી સદ્દીની પહેલી પચ્ચીસીનાં નરનાર ! એને ઓળખી ? એ આપણા જ યુગમાં ગુજરાતખોળે થઈ ગઈ. વીસમી સદ્દીનાં વિલાસપૂજારીઓને સતીને ઓળખવાની નવરાશ છે કે ?

ગુજરાતના કલાકારો ! ગુજરાતના શબ્દસ્વામીઓ ત્‍હમારી પીંછીમાંથી ને ત્‍હમારી લેખિનીમાંથી આથી ઉલટાં ચિત્રો કેમ જ્ન્મે છે ? ગુર્જર કુંજો હજી પુણ્યસૂની નથી થઇ, હો !

ધારાશાસ્ત્રી ! ત્‍હારૂં ન્યાયશાસન પૂજનીય છે : ત્‍હારી પામરતા યે સ્‍હમજી લે ને સુધાર.

હાઈકોર્ટની હવેલી જેવડો ધારાશાસ્ત્રનો ઢગ થયો છે. સ્વામી સ્વર્ગવાટે સિધાવ્યે જે સતીને જીવવું નથી-જેને સ્વામીનો સંગાથ સાધવો છે, ત્‍હેને જીવાડણહારા એ ગંજ નિષેધ છે કોણ ?

શાણા સંસારશાસ્ત્રી ! પારખી લે સંસારસત્યો. ફરજિયાત વૈધવ્ય વિલાસકામિનીઓને સંસારનો જુલ્મ જ છે. ફરજિયાત સતી થવું જિજિવિષાભાવિનીઓને સંસારનો જુલ્મ જ છે; સંસારવિરક્ત સ્વામીતલ્લીન સતીઓને સ્વામી પાછળ ફરજીયાત જીવાડવી એ શું એથી યે ગંભીર સંસારનો જુલ્મ નથી ?

૧૨૦