પૃષ્ઠ:Pankhadio.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હજી તો એ સૌન્દર્યપદ્મ જગત્‌સ્‍હીડીને પગથિયે સૌન્દર્યપાંદડીઓ વેરતું ઉતરતું હતું.

લોચનમાંથી પ્રભાઝરણાં નિર્ઝરતાં પેખ્યાં, ને મંહી કંઇ કંઇ અદૃશ્ય દૃશ્ય થતાં દીઠાં. ત્‍હેના હૈયાપાલવની કરચલીઓમાં કંઈ કંઈ ચરકલડીઓ ઉડતી નિરખી. ત્‍હેના પલવટની પાટલીઓમાં કંઈ કંઈ પંખિડાંને પાંખો ફડફડાવતાં જોયાં. ત્‍હેના દેહદેશેથી કોક ફૂવારા ઉછળતા ભાસતા.

છતાં એ સૌન્દર્યદર્શનમાં, ચન્દ્ર આડી વાદળી સમી, કાંઇક છાયા પડેલી હતી.

એ સૌન્દર્યમાં એકલું દેવતત્ત્વ નહોતું.

સૌમ્ય સૂર્યોદયમાંથી સહસા જ્વાળાના ભડકા પ્રગટે છે એમ એ સૌન્દર્યદર્શનમાંથી સહજ જ કામલોલુપતાનાં ઝાળ ને ધૂમાડા ભભૂકી ઉઠ્યાં. હૈયાની ચિતાની ચારીઓ ભરીને એ ભડકા નયનોમાંથી બહાર ઉછળ્યા. નિર્મળા કાચ જેવા આત્માનાં સરોવરનાં પાણી એ ધૂમાડાના ગોટાઓના ઓળાઓથી મેલાં થયાં.

સોનેરી વાદળી જેવી કેટલીક સ્ત્રીઓ એવી હોય છે; જાણે કામદેવનું ઓઢણું ઓઢ્યું ન હોય!

યજ્ઞકુંડની જ્વાલાઓ શિખાએ ચ્‍હડીને હવિષ્યાન્ન

૧૨૯