પૃષ્ઠ:Pankhadio.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્‍હરોડનાં એ ચોઘડિયાંની પૂર્વે, ચન્દ્રની ચન્દની અન્ધકારને અજવાળતી હતી ત્ય્હારે, જોગી આજ ઉઠ્યા હતા. સરોવરજળમાં જોગીએ સ્નાન કીધું, ચન્દ્રની ચન્દનીમાં અંગ અજવાળ્યાં, વડલાની છાયામાં ધ્યાનસિંહાસને વિરાજ્યા. જીવનપન્થની વટાવેલી વર્ષોની વાટ સમાધિમાં નિહાળી ત્ય્હાં આજનો સૂર્ય આંખડીમાં આવીને ઉભો. વળી વળી આન્તર્‍ચક્ષુઓ સન્મુખ એ દિવસો ખડા થયા, કે જ્ય્હારે માયાનિર્લેપ પોતે ખાખી હતા. હવેલી ન્હોતી, બંગલો ન્હોતો, પર્ણકુટીરે ન્હોતી. ત્ય્હારે ભસ્મ એમની લક્ષ્મી હતી, ગોપીચન્દન એમનું ધન હતું, ઠાકોરસેવા એમની સમૃદ્ધિ હતી, ઝાડીનું ઝુંડ જોગીનો મહેલ હતો. જગત્‌જગાડતાં ચોઘડિયાંના ઘોષથી જોગી જાગી ગયા. સમાધિમાં દીઠાં હતાં તે ત્‍હેમનાં નયણાંમાં તરતાં હતાં.

જોગીને પૂર્વાશ્રમનો જોગ સાંભર્યો. લક્ષ્મીના ભાર ન્હોતા, શરીર ફૂલ જેવું હળવું રમતું, આત્મા પાંખ જેવો હળવો ઉડતોઃ એ પૂર્વાશ્રમ સાંભર્યો. જોગીને જોગનાં જોમ ચ્‍હડ્યાં.

નિર્ધાર કીધા શો પગ ઠમકારી જોગી ઉઠ્યા. 'માયાની ખાલી ચ્‍હડી છે. આજે મેઘ વરસાવું'

જોગીના ઉત્સાહ ને આનન્દ આજ ઓર હતા.

જોગીને ડંકે જગત જાગ્યું. ધીરે ધીરે લોકમેદનીની ભરતી ઉભરાઇ. વરસાદનાં ફોરાં જેવાં પહેલાં તો છૂટાંછવાયાં જનફોરાં વરસવા લાગ્યાં. પછી જનતાની નીકો વહી. પછી

૧૭૨