પૃષ્ઠ:Pankhadio.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મ્હોટા મ્હોટા પ્રાણીવિદ્યાના પ્રોફેસરો શું કહે છે તે તો સાંભળ્યું હશે. ને તે યે આજપૂજ્યા પશ્ચિમના પ્રોફેસરો ! છાપામાં હતું-હસો છો શું ? છાપાંઓ શું જુઠ્ઠાં છે ?- હા-હા, છાપામાં હતું કે હંબોલ્ટ કહે છે સિંહણથી સિંહ ને ઢેલથી મોર વધારે સુન્દર છે.’

‘એટલું ભણવા યે યૂરોપ જવું પડે છે આજ !’

‘પણ આમાં નવું મ્હેં શું કહ્યું જે ?’

‘જૂનામાં જૂનું યે એ છે ને નવામાં નવું યે એ છે. જૂની લિપિની પેઠે જૂનાં સત્યો ભૂલ્યું છે જગત.’ બોલતાં બોલતાં હું યે ઘડીક ગંભીર થઈ ગયો; પણ તે ઘડીક જ.

‘જા, જા, યૂરોપઅમેરિકામાં જા. ત્હાારા જેવા પ્રોફેસરો ત્ય્હાં જઈને ભણતર ભણાવે તો સ્ત્રીજગતનો ને પુરુશજગતનો ત્ય્હાં દીનમાણ ફરી જાય. સ્ત્રીપુરુષના કલહો દુનિયામાંથી અડધા થાય ને માનવજાતનાં સુખ વધે.’

‘ઠીંગણી હાથણી કરતાં દન્તશૂળસોહન્ત રાજેશ્વર શો હાથી વધારે ભભકાદાર નથી ? રત્નસોહન્ત રાણી કરતાં શસ્ત્રસોહન્ત રાજવી શો ઓછો સુન્દર છે ? કોણ રોનકદાર છે-ન્હાનકડી કૂકડી ? કે કલગી ને પીંચ્છપલ્લવ નચવતો કૂકડો ? ત્હછમારા શિકારી મિત્ર કહેતા કે ગભરૂ હરિણી કરતાં શૃંગાળા મરદાનગીમલપતા કાળિયારના એમને વધારે મોહ હોય છે. આટલું ભણવાને યે સાગર ઓળંગવા પડશે ?’

૩૯