પૃષ્ઠ:Pankhadio.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આંસુની ધારાઓ વહી રહી. માનવકુલની માતા ધરતી તે ઝીલતી.

'પિતા પાસે પુત્ર ગયો, તો આ આંસુ શાને ? આશા ઉરમાં સંકેલાઈ, પ્રેમ પ્રાણમાં સમાયો : તો તો સ્વર્ગપન્થ આંસુડે ભીંજવવા શાને ? રજા છે ?-ફૂલપાંખડીએ આંસુઓ લ્હોઉં ?'

गतांसुं नगतांसुंश्च नानुशोचन्ति पंडिता : એ ગીતાવાક્ય સમું ક્રૂર પાંડિત્ય તે ઉચ્ચરતો હતો.

ઉગ્ર દૃષ્ટિપાત ફેંકતી એ માતા, કુલવધૂ ઉદ્‌ગ્રીવ ઉભી : પગલું પાછું ભરી નદી ઉઅપર તે નમી. વીણા અતિવ મંજુલ વિષાદગીત ગુંજારતી હતી, પણ એથી યે એના ઉરગુંજાર વધુ મંજુલ ને સૂક્ષ્મવિષાદી હતા. કટારની ધારે તે કાળજુ કાપતા.

વિશ્વમાં એણે એકલતા ઉભેલી દીઠી.

જગત ભણી, વૃક્ષની બખોલમાં એણે જોયું. વીણા ભણી એણે એક કટાક્ષ નાખ્યું ને ગણગણી : ' મ્હારૂં હ્રદય. ' પછી તે કૂદી-પછી પાછળની સન્ધિકાનાં જળમાં તે કૂદી પડી.

ઝીણી વિદ્યુતરેખા જેવો આકાશમાં ઝાંખો એક ઝબકારો થયો; ને સમસ્ત સાન્ધ્યતેજ, તે સુન્દરીના પાલવ જેવું, ત્હેની પાછળ ઉડી ગયું. દીવા જેવી તે હોઇવાઇ ને પ્રેઅકાશ જેવા ત્હેના પરિમળ આથમ્યા.

ગોપના હૃદયધામે જઈ એ ઝબક અથડાઈ અને તૃણલીલાના શીતળ ઉછંગે કુસુમોમાં એ ગોપ આત્મમૂર્છામાં પડ્યો.

૭૩