પૃષ્ઠ:Parkamma.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૬3
 


રાજલ અરધાં,ઢોળી ઢોળી નાખ,
અરધાં ભરાવું ખારક-ટોપરાં વણજાર હો જી

કેવી પ્રણય–વેદના !–

માતા રે અમને બેડલીઆં ઉતરાવ !
માથું ફાટ્યું ને હૈડું ઊમટ્યું વણજારા હો જી

આ રાજલ વણજારા-નાયકની સાથે રાતમાં નાસી છૂટી, એક વાર માવતરને મળવા મન થયું. પોઠ પાછી ન વળી, રાજલે વખડાં ઘોળ્યાં. એ રીતે ગીત પૂરું થાય છે.

વણજારાની દુનિયા ફરી એકવાર આ ગીત વડે મનને ચક્કર ચડાવે છે. પરિભ્રમણશીલ પ્રાણ પૃથ્વીબાંધ્યા કલેવરને કહે છે કે ‘હેઠ્ય ભૂંડા ! જકડી જ રાખવો છે ને?’ પેલા ‘દુઈ પાખી : બે પંખી’વાળા ટાગોરના ગીત જેવી રમૂજ અંદરખાને મચી જાય છે. અંદર બેઠાં બેઠાં બે પ્રાણપંખી બોલે છે. એક કહે છે, ચાલને નિ:સીમ આકાશને ઉડાણે ! બીજું બોલે છે, આવને રૂપાળા આ સંસારી સુવર્ણપિંજરમાં !

જાન સાથે પ્રણય

ત્યાં તો હુરી-રાયમલ નામનાં બે ભાગેડુ પ્રેમીઓનો રાસ આવે છે.

હુરી પાણીડાં હાલી રાયમલ !
હુરી પાણીડાં હાલી.
વાંહે રાયમલ ના'વા હાલયો રે તું ચારણિયો.

સંવનન કર્યું –

વેળુમાં વીરડા ગાળયા રાયમલ !
વેળુમાં વીરડા ગાળ્યા
તેં તો મુંને પહલીએ પાણી પાયાં રે તું ચારણિયો.’

નદીની રેતીમાં પાણીના વીરડા ગાળી, તેમાંથી પ્રેમિકે પ્રેયસીને