પૃષ્ઠ:Parkamma.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
પરકમ્મા :
 


સો જી ર ની ત મે શે ર ડી કી ધી
વા ઘે ર ભ ર ડે વા ડ,
દેવોભા કે’
મુરૂભા વંકડા !મ છડિયાંવ તલવાર.

ગોરા સોલ્જરોને શેરડી બનાવી યુદ્ધ રૂપી વાડમાં વાઘેરો ભરડી રહ્યા છે. ઉપમા નોંધી લેજો જરી !

પુરાતન, નૂતન અને સનાતનના સહિયારા સૂર છે આમાં. ૧૯૨૫-૨૬માં એ મને લાધ્યું. વીશ વર્ષે પણ શ્રોતાઓને કાને એની નવીનતા શમી નથી. સૌરાષ્ટ્રની પાસે સંગ્રામ-ગીતો હતાં.

મન પર મોરલી વરસી

આગળ વધું છું ત્યાં મને એક ગીત રોકે છે—

જેમ સુકાય તારી જૂઈનાં ફુલ
મારા વાલા જી રે !
તેમ તારી ગોરાંદે કરમાય
જઈને કે’જો મારા વાલાને રે !

લોકગીતોમાં જેને હું ઉત્કૃષ્ટ ઊર્મિગીતો ગણું છું તેમાનું આ એક મને કોણે આપ્યું ? ભાવનગરનાં બહેનોએ; મારા મિત્ર કપિલ ઠક્કરના કુટુંબનાં બહેનો મારે માટે એ ભાવનગરની ખવાસણોને પોતાને ઘેર તેડાવી રાસડા લેવરાવતાં.

‘જઈને કે’જો મારા વા’લાને રે !’

એ ગીત એ બહેનોના કોમળ કંઠેથી પ્રથમ વાર જાગ્યું ત્યારે મન પર મોરલી વરસી. ખવાસણોના નાનકડાં નારીવૃંદે ઓરાડામાં ફૂલ ક્યારી જેવડે કુંડાળે ગાયું કે -

શેના લીધા મારા શ્યામ !
અબોલડા શેના લીધા રે !
હૈયામાં રૈ જાશે હામ !
અબોલડા શેના લીધા રે !