પૃષ્ઠ:Parkamma.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
: ટાંચણનાં પાનાં
૬૭
 


લોકગીતોની નવી લગની લઇને મને આવતો જોયો, લોકગીતોની ઘેલછામાં પડેલો જોયો ત્યારનું મારા પ્રત્યેનું એ કુટુંબીજનોનું વિનોદ-મધુર હાસ્ય હજી પણ મને શ્રવણગોચર થાય છે. એમને, ઘરનાં સર્વને, લોકગીતો એ તો જે ઘરનો શોખ હતો તે ઘરનાં આબાલ-વૃદ્ધ તમામને, મેઘાણી લોકગીતોની લતે ચઢે એ એક કૌતક બન્યું. લોકગીતો મારે માટે તેઓ પૂંમડે પૂંમડે વીણી આપતાં.

દેવપૂજામાં હાલરડું

ઘરમાં પ્રભાત પડે છે, બીજે માળે ટોકરી વાગે છે, કોઈક ગાય છે—

‘તમે મારાં દેવનાં દીધેલ છો
‘તમે મારાં માગી લીધેલ છો
‘આવ્યાં ત્યારે અમર થૈને રો !

કરુણતાઘેરે કંઠે કોણ ગાય છે ? કપિલભાઈ-કંચનબહેનનાં બા ગાય છે. પુષ્પો ને ધૂપદીપના મંગલ વાતાવરણ વચ્ચે મઢાયેલું એ લોકહાલરડું મને દેવની વૃદ્ધ પૂજારિણી મોંઘીબા પાસેથી મળ્યું હતું. આજે ઓગણીસ વર્ષોથી ગુજરાતને હૃદયે રમતું મૂકેલું એ હાલરડું સ્વ. મોંઘીબાનું પૂજન-સ્તોત્ર હતું.

મોંઘીબા મંદ મંદ મલકતાં જાય અને ઘરમાં ઘૂમતાં ઘૂમતાં મને ગીતો સંભળાવે. એમાંનું એક, જે ગાતાં ગાતાં એ ગદ્‌ગદિત બનેલાં (કંઈક તો પોતે પુત્રવધૂઓ પર કડક રહેતાં તેના આંતર્-મંથનને લીધે હશે !) તે ‘ચૂડલો’ મારા ટાંચણમાં છે—

ચૂડલો

કમાડ પછવાડે માતા દેવકી ને
સાંભળે વહુની રે વાત;
અમ રે સાંભળતાં વવારૂ બોલિયાં
હવે કેની રાખશે લાજ !
તેડાવો ગામ ગરાસીઆ રે
લખાવો રે કાગળ !