પૃષ્ઠ:Parkamma.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
પરકમ્મા :
 

 ગજવતું ગલોફાં-ફાડ ચારણી સાહિત્ય તમને ઉંબરમાં મળે છે. મોં તમારાથી બગાડાશે નહિ. આવડે ન આવડે, સમજ પડે કે ન પડે, છતાં ટપકાવી લ્યો, ચારણ આવ્યો છે. મારવાડથી સૌરાષ્ટ્રે ઊતર્યો છે, રાજસ્થાનને કોઈક શુભ અવસરેથી શીખ લઈને પાછો વળી રસ્તે રાણપુરમાં ઊતરી પડ્યો છે, નામ ઠામ કે ચહેરો મોરો આછાં આછાંયે યાદ નથી, માત્ર શાહીનું ટાંચણ બોલે છે—

ઘોર ઘોર આંવે ચંહું ઓર ઓર ઉમ્મટ ઘન,
મોર મોર ગ્રવે મોર શોર હૂ મચાયો રી;
દોર દોર દામની પ્રકાશ દેત દેશન પર
લોર ઝોર ખાય ખાય આંન ઝર લાયો રી;
ઈંદ ગજરાજ પે બિરાજત મમ રાજ આજ
સાજ સાજ કામ કે સમાજ સર સ્હાયો રી;
બિરહ બ્રેહન કો બાસો બિપરીતકો પ્રકાશો
મીન કો મેવાસો ચત્ર માસો બન આયો રી.

બલુ ચાંપાઉત

ઋતુનાં ગાન લલકારી ગયો. ઝમક હતી પણ શબ્દનાં ઠેકાણાં નહિ. પાઠશુદ્ધિની પરવા કર્યા વગર સાંભળે જ જવું પડે. ટપકાવે જ જવું પડે, અક્કલને બે ઘડી દાબડીમાં પૂરી દેવી પડે. બુદ્ધિની બત્તી જરીક વધુ તેજ કરો એટલે હાંઉ ! વટકીને ઊભો રહે વાર્તાકાર ને આ સંશોધનના માર્ગમાં તો ‘બસ ત્યારે, આવજો ! સાહેબજી !’ એમ કહી માણસને વળાવી ઓફીસનાં બારણાં બીડી દેવાં થોડાં પાલવશે ? એમ કર્યું હોત તો નીચેનું ટાંચણ શે સાંપડ્યું હોત એ જ અડબંગની પાસેથી ?—

આઉવા ગામનો બલુ ચાંપાઉત : જોધપુર મહારાજની બરોબર ઘોડેસ્વારી કરતો : કાઢી મૂક્યો. ઉદેપુર ગયો. ત્યાં એણે સિંહને વણહથિયારે માર્યા. (પણ કંઈક ખટપટ થઈ.) બલુ દિલ્હી ચાલ્યો ગયો.

‘અહીં ઉદેપુરના રાણાએ ઘોડો પાળીને તૈયાર કર્યો : જીન, મોરા, દુમચી,