પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨ : પત્રલાલસા
 


નજર કરતાં જ તે ચમકી ઊઠ્યો. એ તો મંજરીની છબી હતી ! તેને ઘણી ઈચ્છા થઈ કે તે છબી માગી લઈને બરાબર જુએ. પરંતુ જેને તે પોતાની માનતો હતો તે મંજરીની છબી આ ઘરમાં કુસુમની પાસે માગી શકાય એમ નહોતું. વાચાળ પુરુષે કાંઈ બહાનું કાઢી છબી જોઈ લીધી હોત, પરંતુ શરમાળ અને સભ્ય સનાતન એવી અમર્યાદા બતાવી શક્યો નહિ. છબીમાં તેને મંજરીનો પૂરો ભાસ થયો, પરંતુ તે ખાતરી કેવી રીતે કરી શકે ?

એ બહાર બીજી મોટર આવતી સંભળાઈ. ક્ષણવારમાં મદનલાલ અંદર આવ્યા. તેમના મુખ ઉપર ઉતાવળ હતી. સુંદર ચિત્રો, સુંદર સરસામાન, અને સુંદર સ્ત્રી તેમને આકર્ષી શક્યાં નહિ. સનાતન શેઠને આવતા જોઈ ઊભો થયો, અને તેણે નમસ્કાર કર્યા. ઉતાવળથી સામું હસી, ઉતાવળથી નમસ્કાર ઝીલી શેઠ બોલ્યા :

‘વાચન ચાલે છે ? ચાલવા દો. હું હરકત નહિ કરું. તમારાં બહુ વખાણ કરે છે.'

એમ બોલી તેમણે આગળ ચાલવા માંડ્યું. કુસુમને આ ઉતાવળ ગમી નહિ.

‘તમે જરા બેસો તો ખરા !' કુસુમે કહ્યું.

'હું તરત પાછો આવું છું. જરા કામ છે. પછી હું બેસું છું.' શેઠે પોતાની પત્નીને વહાલથી જવાબ આપ્યો.

'પછી નહિ, હમણાં જ બેસો. હું તમારી મિલો ને ઑફિસોને એક દિવસ સળગાવી મૂકવાની છું. આ શો રઘવાટ ?' કુસુમે કહ્યું.

શેઠ સાહેબ કુસુમને સારું લગાડવા ખાતર હસ્યા. ખોટું હસવું સર્વદા કમકમાટ ઉપજાવે છે. કુસુમના મુખ ઉપર એ કમકમાટ સહજ ફરકી ગયો.

સનાતનને પણ લાગ્યું કે આટલા વહાલથી આગ્રહપૂર્વક બેસાડવા છતાં મદનલાલ બેસતા નથી એ બરોબર નહિ. શેઠ હસી અંદર ગયા. કુરુમે ભાગ્યે જ પરખી શકાય એમ મોં મચકોડ્યું અને ચઢેલા મોં સાથે કાગળો વાંચી બાજુએ મૂક્યા. અંદરથી કેટલાક કાગળો લઈ મદનલાલ પાછા ઓરડામાં આવ્યા.

કુસુમે આ વખતે તેમના સામું પણ જોયું નહિ અને તેમની સાથે વાતચીત પણ કરી નહિ. મદનલાલને લાગ્યું કે કુસુમને ખોટું લાગ્યું છે. એટલે બારણા સુધી જઈ પાછા આવી કુસુમ પાસે ઊભા. કુસુમે બીજી તરફ ફરી લખવાનું શરૂ કર્યું. સનાતનને લાગ્યું કે આ માનપમાનનો ખેલ પોતાના