પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આશા: ૧૬૫
 

સાથે જ તેની આંખમાં ઊંડું ઊંડું તેજ ચમકવા લાગ્યું. જાગ્રત છતાં તે કાંઈ સ્વપ્ન જોતો હોય એમ કુસુમને ભાસ થયો. કુસુમને આ યોજના જરાય ગમી નહિ, પરંતુ મદનલાલ અને સનાતન બંનેની સંમતિ તેમાં મળી. રાત્રે ને રાત્રે જ વ્યોમેશચંદ્રને તારથી ખબર મળી. અને એક દિવસ વચમાં જતો કરી ત્રીજે દિવસે સવારે નીકળવા સનાતને કબૂલ કર્યું.

બહુ દિવસથી પત્ર લખવાની તક ખોળતા સનાતનને તે તક મળી ગઈ. મંજરીને પત્ર લખવાની તેને તાલાવેલી લાગી, કુસુમના આગ્રહને માન્ય ન કરી તે ઝડપથી ઘેર જતો રહ્યો.

મદનલાલ પણ કાંઈ ન સમજાય એવી ખુશી વ્યક્ત કરતા દેખાયા. કુસુમ અને સનાતનને પરસ્પરથી દૂર રાખવાના ઉદ્દેશથી તેમણે માંડેલી રમતમાં તેમને વિજય મળ્યો. સનાતન અને કુસુમના વધતા જતા પરિચયથી કેટલાક સમયથી મદનલાલને અણગમો થવા માંડ્યો હતો. કુસુમ અને સનાતન આજે સાથે સ્નાન કરતાં હતાં એ ખબર કપડાં લેવા આવેલા શૉફર દ્વારા પડતાં તેમનો અણગમો વધી પડ્યો, અને બંનેને છૂટાં પાડવા માટે તાત્કાલિક યોજના તેમણે ઘડી કાઢી. અલબત્ત, વ્યોમેશચંદ્રને મિલ કાઢવામાં સલાહ અને સહાય આપવાની વાત કેટલાક સમયથી ચાલતી જ હતી. પરંતુ તેમાં સનાતનને યોજી દેવાનો વિચાર તીવ્રપણે મદનલાલને આજે જ આવ્યો. મિલની હડતાળના અંગે તેણે કરેલી સહાયનો યત્‌કિંચિત બદલો પણ સાથે સાથે આપવાની તેમની ઇચ્છા ફળીભૂત થાય એમ હતું. તેમની યુક્તિ સફળ થઈ.

સનાતને રાત્રે ઘેર જઈ ઝડપથી કાગળ લખવાની શરૂઆત કરી. પરંતુ તેને પત્ર લખતાં મહાભારત મુશ્કેલી નડી. મંજરીને સંબોધન કેવી રીતે કરવું તેની ગોઠવણમાં જ અડધી રાત નીકળી ગઈ. અંતે તેણે પત્ર પૂરો. કર્યો. પ્રેમીઓના પત્ર વાંચવા સરખા હોતા જ નથી. તેમાં શું હોય ? એનો એ શબ્દાડંબર, એના એ ભાવ અને એના એ ઊભરા ! સર્વ પ્રેમીઓના પત્રો ભેગા કરતાં પ્રત્યેકમાં કંટાળો ઉપજાવતું એકતાનપણું જ સંભળાયા કરશે.

પરંતુ એ અભિપ્રાય અપ્રેમીનો - ત્રાહિતનો છે. જેણે પત્રો લખ્યા હોય અને જેને ઉદ્દેશીને લખાયા હોય તેમનો એ અભિપ્રાય નથી જ. પ્રેમીઓ તો માને છે કે પત્રોમાં તેમનાં જિગર ઠલવાય છે. મોડી રાત્રે પૂરો થયેલો પત્ર સવારમાં જ ટપાલમાં પડ્યો. જાણે વહેલો પત્ર ટપાલમાં નાખવાથી તે વહેલો પહોંચવાનો ન હોય !

ત્રીજે દિવસે એ મુંબઈથી નીકળ્યો. નીકળતા પહેલાં તે કુસુમને