આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬ ✽ પિતામહ
આવ્યું જ્યારે ગંગાએ દેવવ્રતનો હવાલો તેના પિતાને સુપ્રત કર્યો ત્યારે તેણે દેવવ્રત વિષે જે ભવિષ્યવાણી ઉચ્ચારી હતી તે જાણે અક્ષરે અક્ષર સાચી પડતી હતી.
ગંગાએ શાન્તનુને કહ્યું હતું, ‘રાજન્, આ મારો દીકરો કુરુવંશની પ્રતિષ્ઠા વધારશે એટલું જ નહિ તે અમર બની જશે.’
સત્યવતી પણ ઉલ્લાસભર્યાં વદને બોલી ઊઠી, ‘જરૂર ભીષ્મ અમર બની જશે.’