હવે અંબા તેની સાથે લગ્ન કરવા તૈયાર નહિ થાય ? પોતાને બંદીવાન હાલતમાં જોતાં તેના દિલમાં શાલ્યરાજ પ્રત્યે અણગમો પેદા થયો હશે ? તેના આઘાતે જ તે બેભાન બની હશે.
બેભાન અંબાની તાત્કાલિક સારવાર માટે રાજવૈદને બોલાવ્યો. રાજવૈદ તેની સારવારમાં હતો. સત્યવતી પણ તેની પાસે જ હતી.
દેવવ્રત પણ આ બનાવથી થોડો ચિંંતિત હતો. તે જાણતો હતો કે પોતાના પ્રિતમને બંદીવાન હાલતમાં જોતાં અંબાના દિલ પર ભારે આઘાત થયો હશે, ને તેનાં કારણે જ તે બેભાન બની હશે.
ત્યાં શાલ્ય રાજાએ અંબા સાથેના લગ્નનો ઇન્કાર કરતાં કહ્યું, ‘હું અંબા સાથે લગ્ન કરવા ઈચ્છતો નથી.’ દેવવ્રત કે સત્યવતી તેનાં કારણો જાણવા માંગે તે પહેલાં જ તેણે સ્પષ્ટતા કરી. ‘અપહર્તા સાથે હું લગ્ન કરવા ઇચ્છતો નથી.’
શાલ્યરાજના નિર્ણયની જાહેરાતથી સત્યવતી ને દેવવ્રત જ નહિ, પણ અંબિકા અને અંબાલિકા પણ ધ્રૂજી ઊઠ્યાં. બંને બહેનોએ શાલ્યરાજના નિર્ણય માટે તેનો ઊધડો લેતાં કહ્યું, ‘તમે તો અંબાના પ્રેમમાં છે ને સ્વયંવરમાં પણ અંબાને પામવા જ આવ્યા હતા. તો હવે કેમ પીછેહઠ કરો છો?’
‘કારણ કે અપહર્તા અંબા હવે મને ખપતી નથી.’ શાલ્યરાજે જવાબ દીધો.
તેના જવાબથી દેવવ્રત ઉશ્કેરાઈ ગયો. અંબિકા અને અંબાલિકા સાથે અંબાને પણ ઉઠાવી લાવ્યો હતો, ત્યારે અંબાના શાલ્યરાજના પ્રેમથી તે અજ્ઞાત હતો. વળી પોતાના બે ભાઈઓને ત્રણમાંથી પસંદગી કરવાની તક મળે એ હેતુથી તે ત્રણેને ઉઠાવી લાવ્યો હતો, પણ તેથી તેમના ચારિત્રને કોઈ જફા પહોંચી નથી. તેમને પોતાની બહેનોની જેમ સાથે રાખી હતી, એટલે શાલ્યરાજના જવાબ પોતાની સામેના તોહમત જેવો લાગતો, તે એકદમ ગુસ્સે