લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૧૬૩
 

હતા ? તેનેય મેનકા તેના પુત્રનો હવાલો આપવા ક્યાં નહોતી પહોંચી ? પણ વિશ્વામિત્ર તપસ્વી જ રહ્યા હતા ને? આમ તે પોતાની જાતને સમજાવતો હતો.

‘લો, આપના તપોબળનું સુંદર પરિણામ હું તમારા માટે લાવી છું.' ઋષિ સમક્ષ બાળક લઈને મત્સ્યગંધા ઊભી હતી. ઋષિનો ક્રોધ ફરી સળગી ઊઠ્યો. તેણે મત્સ્યગંધાના હાથમાંના બાળક પ્રતિ દૃષ્ટિ ના પડે એ માટે બે હાથ આંખો પર દેતાં કહ્યું, 'પાછી જા, આ પાપ મને બરબાદ કરશે.’

‘બરબાદ શા માટે કરે? તમારું નામ પણ રોશન કરશે.’ મત્સ્યગંધા બોલી રહી, ‘પરાશર ઋષિના તપનો પ્રભાવ તેના ચહેરા પર અત્યારથી જ દેખાય છે ને?’

‘હવે પાછા જવું છે?’ ઋષિ ક્રોધભરી વાણીમાં સંભળાવી રહ્યા, ‘તારે તેનું જે કરવું… હોય તે કરજે.’ ને ઉમેર્યું, ‘ગંગામાં પધરાવી દઈશ તો પણ મને વાંધો નથી.’

આમ કહી ઋષિ અંદરના ભાગમાં પહોંચી બારણા બંધ કરતાં બબડ્યા, ‘હવે મને ફરીથી મારું કાર્ય કરવા દે. જા, શાંતિથી પાછી જા. આ બોજ ફગાવી દેવો હોય તો ફગાવી દેજે, પણ ફરીથી અહીં આવતી ના.’

‘ભલે,’ જવાબ સાથે મત્સ્યગંધા બાળકને લઈ વિદાય થઈ. પણ જતાં જતાં કહી રહી, ‘આ બાળક તમારું નામ રોશન કરશે. તમારે જ તેના તન-મનનું ઘડતર કરવું પડશે.’

જતાં જતાં તેણે તેના હાથમાંના માસુમ બાળકને આશ્રમના એક વૃક્ષની ડાળે પોતાની સાડી બાંધી. તેને ઘોડિયા જેવી બનાવીને બાળકને તેમાં મૂકી દીધું. વૃક્ષોની ડાળીઓ પર બેઠેલાં પંખીઓને પ્રાર્થના કરતી હોય એમ બે હાથ જોડી નમ્રભાવે, લાગણીસર સ્વરે કહી રહી, ‘આ બાળકનું જતન કરો. પરાશર ઋષિના તપનું ફળ છે. તેનું જતન કરજો. ‘તેણે વનપશુઓને પણ બાળકની રક્ષા કરવા, તેનું