પાલન કરવા પ્રાર્થના કરીને અશ્રુભીની આંખે વિદાય લીધી.
ઋષિના આશ્રમમાં પશુપંખીને સહારે બાળકને સુપરત કરી ફર્યાં છતાં તેનું માતૃત્વ તેને વિષે જાણવા માટે સતત બેચેન રહેતું હતું. ઘણી વખત તેની બેચેની વધી જતાં તે ગુપ્તપણે તપાસ પણ કરતી હતી ને તેને સંતોષ થયો હતો. ઋષિએ વૃક્ષની ડાળે સાડીના ઘોડિયામાં ઝૂલતાં બાળકનો સ્વીકાર કર્યો. હવે તે પોતાના પાપ પર પડદા નાખી શકશે તેવા વિશ્વાસે તેનું જતન કરવા માંડ્યુ. તે બાહ્ય દેખાવ કરતાં કહેતો કે, કોઈ તેને આશ્રમના વૃક્ષે મૂકી ગયું હશે. આશ્રમને સુપ્રત થયેલ માનવબાળની કાળજી લેવી એ પણ એક પ્રકારનું તપ જ છે ને ?
મત્સ્યગંધા હરખાતી હતી. એ બાળક રંગે કાળો હતો. આશ્રમ ગંગા નદીની વચ્ચે આવેલા દ્વીપ પર રહેતો હતા. બાળક ત્યાંથો મળી આવ્યું હોઈ તેનું નામ કૃષ્ણદ્વૈપાયન પાડ્યું. ઋષિએ તેને વેદ-વેદાંતનો અભ્યાસ પણ કરાવ્યો. તેના મનમાં પણ આ બાળક પોતાનું નામ રોશન કરશે એવા મત્સ્યગંધાના વેણ રમતાં હતાં. તેણે પણ મત્સ્યગંધાના વેણ સફળ બનાવવા સારી એવી જહેમત પણ ઉઠાવી.
સમય જતાં પરાશર ઋષિના હાથે ઉછેરેલો કૃષ્ણદ્વૈપાયન તમામ શાસ્ત્રોનાં અભ્યાસ પછી મહાપંડિત તરીકે ઓળખાતો થયો.
જેમ જેમ તે ત્યજી દીધેલા બાળકની ખ્યાતિ વધતી ગઈ તેમતેમ મત્સ્યગંધાનું મન પણ પ્રસન્નતા અનુભવતુ હતું. માત્ર અફસોસ એટલો જ હતો કે આ મહાપંડિતની જનેતા તરીકે તે જગત સમક્ષ ગૌરવ લઈ શકતી ન હતી.
મહાપંડિતે વેદના વિભાગ કર્યા એટલે તેનું નામ કૃષ્ણદ્વૈપાયન બદલાઈ ગયું ને વેદવ્યાસની પદવી મળી.
ભલે લોકો ન જાણે પણ વેદવ્યાસ તો જાણતા હતા કે પોતે માછીકન્યાનો દીકરો છે. ઋષિ પાસેથી તેણે મત્સ્યગંધા તેની માતા વિષે વિગતથી જાણ પણ મેળવી હતી. વેદવ્યાસ પણ તેની માતાને