લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦ ✽ પિતામહ
 

ગંભીર શાંતિ છવાઈ રહી હતી. સત્યવતી પૂર્ણ સ્વસ્થતાથી શાંતિ ધારણ કરી, પુત્રવધૂનું મન જાણવા પ્રયત્ન કરતી હતી. ‘તમારો ખોળો ભરાશે, તમે રાજમાતા બનશો. કુરુવંશને જીવતદાન દેનાર દાતા પણ હશો. કહો, તમને મારી વાતનો મર્મ સમજાય છે ?’

બંને પુત્રવધૂનાં દિલ પણ હલબલી ઊઠ્યાં હતાં.

‘આ પાપનો માર્ગ નથી, આ વ્યભિચાર તથી, પણ આપદ્‌ધર્મ છે. કુળ અને રાજ્યની રક્ષા માટેનું આ બલિદાન છે. એક રીતે એ પુણ્ય કામ પણ કરી શકાય.’ સત્યવતીએ ગંભીર ચિંતનમાં પડેલી પુત્રવધૂઓને છેલ્લી વાત સંભળાવી, ‘તમે ના ભણશો તો એક દિવસ આપણને સૌને અહીંથી કોઈ બીજી હકૂમત હાંકી કાઢશે એ પણ નિશ્ચિત છે. સૂના તખ્ત પર આસન જમાવવા કોણ તૈયાર ન થાય ?’ સત્યવતી કામયાબ બની. પુત્રવધૂઓ તેની દરખાસ્ત સાથે સહમત થઈ. બંને પુત્રવધૂની નજર હવે ભીષ્મ પ્રતિ હતી. અંબિકા અને અંબાલિકા ભીષ્મ જેવા પ્રતાપી પુરુષના સહવાસ માટે ઝંખતી હતી. પણ જ્યારે રાત્રિની નિંદામાં પોઢેલાં અંબિકાના શયનકક્ષમાં વેદવ્યાસે પ્રવેશ કર્યો ત્યારે તેને જોતાં જ અંબિકા ગભરાઈ ગઈ.

અંબિકાના શયનકક્ષ સુધી વ્યાસને મૂકવા સત્યવતી જાતે આવી હતી. શયનકક્ષમાં વ્યાસ પ્રવેશ કરે તે પહેલાં સત્યવતીએ તેને સલાહ આપતાં જણાવ્યું હતું કે, ‘અત્યારે વહુ નિંદ્રાધીન હશે. તેને પ્રેમસંવાદથી જગાડજે, તેની સાથે પ્રણયગોષ્ટિ કરજે, તેને પ્રસન્ન કરજે, તેની લાગણીઓને પંપાળજે. પોતાને ખોળામાં ખૂંદનારો પ્રાપ્ત થવાનો છે તેનો આનંદ પણ તેના શુષ્ક, નિરસ, ઉદાસીન ચહેરા પર પથરાઈ જવો જોઈએ.’

માતાની શિખામણનો અમલ કરતાં પોતાની હાજરીથી ગભરાઈ ગયેલી અંબિકાને પ્રેમભીના શબ્દોથી રીઝવવા તેણે પ્રારંભ કર્યો. તેણે માતાએ શીખવેલાં પ્રણય શબ્દોનો ધોધ વહાવ્યો, પણ