પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૧૮૯
 

પિતામહ જી ૧૮૯ આશાવાદ તારી કુશળતા પર છે. તું કુશળતાપૂર્વક રજૂઆત કરીશ તે। મારી આશા સફળ થશે. તારી કુરાળતાની પણ પ્રસંશા થશે. ’ ′ જેવી આપની આજ્ઞા.' વિદુરે ભીષ્મની રજા લીધી. ગાંધાર રાજ્ય પ્રતિ ડગ દેતાં તેના મનમાં પણુ તરંગા ઊઠતા હતા. ભીષ્મે તેની કુશળતાની વાત કરીને તેનામાં ઉત્સાહ પ્રેર્યા. હવે તેનુ મિલન ધૃતરાષ્ટ્રના લગ્ન માટેની ભૂમિકા તૈયાર કરવાનું નહિ, પણ પેાતાની કુશળતા સિદ્ધ કરવાનું હતું. ભલે ભીષ્મ પણ વિદુરની કુરાળતાનાં માફાટ વખાણ કરે. વિદુરે તેની કુરાળતા પુરવાર કરી. ભીમે તેની પીઢ થાબડતાં કહ્યું, ‘વિદુર, તું પણ હવે રાજ્યના વહીવટમાં પાવરધા થતા જાય. છે એટલે ધૃતરાષ્ટ્રને ચિંતા એછી છે.’ સત્યવતી તેા ધૃતરાષ્ટ્રના ગાંધારી સાથેના લગ્ન જોઈ આનંદ- ભેર નાચી ઊઠી. તેના રામેરામ હર્ષોંથી ઊછળી રહ્યા. તેણે ભીષ્મને ખેલાવીને તેમનું અભિવાદન કરતાં કહ્યું, ‘ભીષ્મ, જે મારા પેટના દીકરા પણ ન કરી શકે તેવાં ભાગીરથ સાહસેા તમે કર્યાં છે. તમે મને સાચે જ માતૃદેવાભવની ભાવનાથી ભીંજવી દીધી છે.. તમે જ કુરુવંશના તારણહાર છે.' ભીષ્મ શાંત હતા. તેમણે સત્યવતીના ભાવેાગારના સ્વીકાર કરતાં કહ્યું, ‘મા, તમે મારા માટે મારી જનેતા કરતાં પણ અધિક છે. મારી મા ગગા મારા પિતાને અસહાય હાલતમાં છેડીને ચાલી ગઈ. ત્યારે તમે તમારા પ્રેમ સિ ંચનથી મારા પિતાને જાળવ્યા એ હું… ભૂલી શકતા નથી. તમે જ મારા માટે સાચા અર્થાંમાં મ બની રહ્યાં છે.’ ‘ભીષ્મ, તમે કાંઈ સાંભળ્યું ? ' ધૃતરાષ્ટ્ર ભષ્મની પાસે ચિતાભર્યાં બેઠા બેઠા પૂછતા હતા. તેણે સ્પષ્ટતા કરી, પાંડુની પત્ની કુંતીએ પુત્રને જન્મ દીધા. તમે જાણા છે ? ' ભીમે આનદભર્યાં સ્વરે જવાબ દીધા, હા, જાણું' છુ',