શાંત કરવા ગાંધારીએ દુર્યોધનનો જન્મ દીધો. ગાંધારીને વરદાન
હતું, તે સો પુત્રોની માતા બનશે. તે વરદાન પણ હવે ઝડપથી
દૃશ્યમાન થતું હતું. ધૃતરાષ્ટ્ર પણ સંતુષ્ટ હતો.
ત્યાં પાંડુના અવસાનના સમાચાર સાથે કુંતી પાંચ દીકરા સાથે ભીષ્મની સમક્ષ ઉપસ્થિત થઈ. ભીમે પાંડવોને હૈયે વળગાડ્યા. પાંચેને જોતાં ભીષ્મનું મન પણ મલકી ઊઠ્યું.
‘માદ્રી પાંડુની સાથે જ સતી થઈ. તેના બે પુત્રો સહદેવ અને નકુળને મને સોંપતી ગઈ. હવે મારે મન આ પાંચે મારા જ સંતાનો છે.’
તેણે ભીષ્મની સમક્ષ ધૃતરાષ્ટ્રે વ્યક્ત કરેલી શંકાને દૂર કરતાં કહ્યું, ‘પિતામહ, મને દુર્વાસા મુનિએ પાંચ મંત્રો દીધા હતા. મંત્રો દ્વારા દેવોને આવાહ્ન દઈ પુત્રપ્રાપ્ત કરવાના એ મંત્રો હતા, પણ પાંડુને તેની મેં જાણ કરી નહોતી. જ્યારે મૃત્યુશૈય્યા પર પાંડુ કુરુવંશના અંતની જાણે કલ્પનાથી અત્યંત વ્યથિત હતા, ત્યારે મેં તેમની સમક્ષ દુર્વાસા મુનિના મંત્રોની વાત મૂકી. તેઓ આનંદમગ્ન બની મને નદી તટે લઈ ગયા. નદીના મધ્યભાગમાં ઊભા ઊભા મેં ધર્મદેવનું આવાહ્ન કર્યું. તેમણે મને યુધિષ્ઠિરની ભેટ દીધી.
પિતામહ સમક્ષ કુંતી હૈયાના દ્વાર ખોલતી હતી. તે જાણતી હતી કે, પાંડુની શારીરિક હાલતના કારણે તેના પુત્રો વિષે આ લોકો શંકા કરતા હશે. કદાચ પિતામહના મનમાં પણ શકાનું જાળું હાલતું હોય એટલે તેણે સ્પષ્ટતા કરવાની તક લીધી.
પિતામહ પૂરી ગંભીરતાથી કુંતીને સાંભળી રહ્યા હતા. તેમના મનમાં યુધિષ્ઠિરના જન્મ વિષે ધૃતરાષ્ટ્રે પૂછેલો પ્રશ્નો રમતો હતો એટલે કુંતીની વાતને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતાં હતા. તેમણે પૂછ્યું, ‘પછી બીજા ચાર ?’
‘હા, યુધિષ્ઠિરના જન્મ પછી પાંડુની વધુ પુત્રો માટે પ્રબળ ઝંખના હતી. તે પૂછતાં, બીજા બે પુત્રો હોય તો ? મને દુર્વાસાએ