પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૪ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૧૪
 

૧૫ પિતામહના દિલ અને દિમાગ પશ્ચાત્તાપના અગ્નિમાં શેકાતા હતા. તેમની મનેાવ્યથા અપાર હતી. ક્ષણે ક્ષણે તેમની નજર સમક્ષ દ્રૌપદીનાં વસ્ત્રાહરણનાં દૃશ્યા ખડાં થતાં હતાં. તેમના કાનમાં વસ્ત્રા- હરણના ભાગ બનેલી દ્રૌપદીના કરુણુ ચિત્કારા અથડાતા હતા. . પિતામહ, તમે કેમ શાંત છે ? તમારી નજર સમક્ષ તમારી કુલવધૂની લાજ લૂંટાય છે ને તમે શાંત કેમ છે ? ' કાન પર દ્રૌપદીના કરુણાભર્યા શબ્દો સતત અથડાતા અને તેમની મનઃશાંતિ તૂટી જતી. તેમની આંખમાં પાણી ભરાતાં હતાં. તે પેાતાની જાતને જ પૂછતાં, ‘હા, તુંકુંરુવંશના રખેવાળ ત્યાં બેઠા હતા. તારી કુલવધૂનાં વસ્ત્રા પેલા દુ:શાસન ખેચતા હતા. દ્રૌપદી લાજ સાચવવા પોતાની તમામ તાકાતથી સાડીને પકડી રાખતી. દુઃશાસન પણ તેની તમામ તાકાતથી સાડી ખેંચતે હતા. પેલેા કર્યું તેને ઉત્તેજતા હતા. દ્રૌપદી તારી મદદ માંગતી હતી ત્યારે તું નીચી મૂંડીએ મૂંગા મૂંગા કાન બહેરા કરીને મેરા હતા.’ જાણે તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હોય એમ પેાતાની જાતને કડવા વેણુ સંભળાવી રહ્યા. તું તા કુરુવ´શના રખેવાળ હતા, છતાં કુરુવંશની લા લૂંટાતી હતી ત્યારે તારુ ક્ષાત્રતેજ શાંત કેમ હતુ ? તારે ઊભા થઈને દુઃશાસનના હાથ પકડવા જોઈતા હતા. દુર્ગંધનને પડકારવા