જાણતા હો એમ લાગતું નથી.’
‘કેમ એમ બોલે છે, વિકર્ણ ?’
‘તો શું કહું ?’ મનનો અફસોસ ઠાલવતો હોય એમ વિકર્ણ બોલ્યો, ‘દુર્યોધન તમારી ઇચ્છા પૂર્ણ થવા દે તેમ હું માનતો નથી.
‘એટલે ?’
‘એટલે દુર્યોધન પાંડવોને તેમનું રાજ્ય આપવા કદી પણ તૈયાર થશે નહિ.’
‘શું કહે છે તું ?’ અચંબો પામતાં પિતામહે પૂછ્યું ને ઉમેર્યું, ‘પણ ધૃતરાષ્ટ્ર તો છે ને? તે કેમ આવો અન્યાય સહન કરે ?’
‘ધૂળ અને ઢેફા !’ વિકર્ણે કહ્યું, હવે ધૃતરાષ્ટ્રનું કાંઈ ઊપજે તેમ નથી. દુર્યોધન હવે સર્વેસર્વા છે પિતાજી બિચારા અંધ એટલે બીજું કરે પણ શું?’
‘તો તો આ કલહ કુટુંબને ભરખી જનારો દવ પેટાવશે.’ ગમભર્યા સ્વરે પિતામહે ભવિષ્ય વાણી ભાખતાં કહ્યું ને દુઃખભર્યા સ્વરે ઉચ્ચાર્યું, ‘તેના કરતાં મરી જવું શું ખોટું ?’
વિકર્ણે ફરી પિતામહને સમજાવવાનો પ્રયત્ન કરતાં કહ્યું, ‘તમે જ્યાં સુધી નિર્બળ-શાંત હશો ત્યાં સુધી દુર્યોધન તેની પ્રચંડલીલા કરતો જ રહેશે. તેના મનમાં તમારા વિષે કોઈ આદરભાવ હોય એમ માનશો નહિ.’
‘વિકર્ણ, તું જે કહે છે તે તદ્દન સાચું છે. મારે જ હવે વધુ સજ્જ અને જાગ્રત થવું જોઈશે.’ પિતામહ બોલી રહ્યા, ‘કુરુવંશના રક્ષણ કાજે મારે જ હવે ધૃતરાષ્ટ્રને સમજાવવો પડશે.’
‘પણ દુર્યોધનનું શું કરશો ?’
દુર્યોધનને પણ સમજાવીશ. હવે તેણે પણ કુરુવંશની રક્ષા કાજે સમજવું પડશે.’
‘તમે માનો છો કે દુર્યોધન તમારી વાત માન્ય રાખશે ?’
‘રાખવી જ જોઈએ.’ પિતામહે વિશ્વાસપૂર્વક કહ્યું ને પછી