પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૨ ✽ પિતામહ
 
પિતામહ ✽ ૨૫૨
 

પર પિતામહુ તેમના જુસ્સા ને ઝનૂન સલામત હતા. તેમણે અર્જુનને ઘાયલ કર્યાં હતે1. અજુ નના દેહમાં પણ પિતામહના બાણુ ઘૂસી જતાં હતાં. ન પિતામહ અને અજુ ન ઝનૂનપૂર્ણાંક એકબીજા સામે બાહુવર્ષા 'કરતા હતા. આખરે અર્જુને પિતામહના ધનુષ્યતા જ ટુકડા કરી નાખ્યા. પિતામહે અજુનની આ કાબેલિયતથી ઝંખવાણા પડવા વગર તરત જ બીજું ધનુષ્ય ઉડાવવા માંડયું. પણ અજુ ન પર બાવર્ષા કરે તે પહેલાં અર્જુને તે બાણુના પણ ટુકડા કરી નાખ્યા. તે સાથે જ ક્ષણના પણ વિલંબ કર્યા વિના પિતામહના દેહને વીંધતાં અસખ્ય બાણાની વર્ષાં શરૂ કરી. અજુ નના અભિ- જિત ગાંડીવ ધનુષ્યની પણછના ધ્વતિ સતત ગાજતા જ રહ્યો. ત્યારે પિતામહ પણ અતિશ્રમથી દેહમાંના અસંખ્ય ધામાંથી સતત વહેતાં રુધિરી નિબળ બનતા ગયા. વેદના પણ તે હવે બરદાસ કરવા જેટલી સ્વસ્થતા નળવી શકતા નહોતા. તેમણે દશ દિવસ સુધી યુદ્ધમાં તેમના જેવા વીર શિરામણી જેટલી હદ સુધી બળ, વીય, શૌય ને પરાક્રમ બતાવી શકે તેટલા સંપૂર્ણ પણે બતાવ્યા પછી આખા શરીરે વીંધાઈ જતાં હતાશ થયા વિના અર્જુનના મુકાબલા કરતાં જ રહ્યા. હવે તે ટકી શકે તેમ નહેાતા. તેમની શક્તિ ખતમ થઈ હતી. તેમના મનેામળની દેઢતા યથાવત હતી. તેએ અર્જુન પર ધવર્ષા કરવા પણ તૈયાર નહાતા. આખરે તેએ અર્જુનના મુકાબલા કરતાં કરતાં રથમાંથી ઢળી પડયા. તે સાથે જ દુર્ગંધન ચિત્કાર પાડી ઊઠયો. . ઝડપથી પિતામહ પાસે પહેાંચ્યા ને કૌરવસેનામાં ગભરાટ ફેલાયે. દુર્ગંધનને પોતાની પાસે ઊભેલા જોતાં પિતામહે પ્રયત્નપૂર્વક તેને કહ્યું, દુર્યોધન, તારું ઋણ અદા કર્યું છે. હવે મારા માટે ભાણુશય્યા તૈયાર કરેા. તેના પર પડયો પડચો હું યુદ્ધ જોતાં જોતાં વિરમી જઈશ.