બનતાં પોતાનાં પરમ સૌભાગ્યનો આનંદ માણતા હશે.’
‘તો ચાલો!’ શાન્તનુ ઉતાવળો થયો હતો. હોડીમાંથી ઝડપથી ઊભો થતો હતો, ત્યાં મત્સ્યગંધાએ હાથમાંનાં હલેસાંને જળમાં ઘુમાવ્યું. સ્થગીત હોડીમાં જાણે પ્રાણ પુરાયો હોય તેમ જળસપાટી પર દોડવાનો પ્રારંભ કર્યો.
‘આપણે નિરાંતે થોડો નિરાંતનો, મિલનનો, મધુરો આનંદ માણવા સામા કાંઠે જઈએ છીએ.’ હોડીને ગતિ મળતાં સાશ્રર્ય પોતાની સામે જોઈ રહેલા શાન્તનુને મત્સ્યગંધાએ જવાબ દીધો ને મુખ મલકાતાં પ્રશ્ન કર્યો, ‘પ્રેમના સ્વપ્નનો આનંદ પણ માણવો જોઈએ ને?’
શાન્તનુનો વિશ્વાસ હવે વધી પડ્યો હતો. મત્સ્યગંધાએ પોતે જ હવે તેના પ્રેમમાં તરબતર બનતી હતી. તે પણ મત્સ્યગંધાને હૈયાના આસન પર સ્થાપી ચૂક્યો હતો. બંને પ્રેમદેવતાની ઉપાસના કરતાં હોડીમાં બેઠાં બેઠાં ભાવિના શમણાં શોધતાં હતાં.
મત્સ્યગંધાનો આનંદ અપાર હતો. પોતે હસ્તિનાપુરની મહારાણી બનશે એવી કલ્પનાથી તેનું હૈયું આનંદથી છલકાતું હતું. તેનાં માનપાન, વૈભવ, પ્રભાવ વિષે પણ તેની આંખોમાં નશો હતો.
હોડી કાંઠા નજદીક હતી. મત્સ્યગંધા પહેલી ઊતરીને શાન્તનુનો હાથ પકડી, તેને હોડીમાંથી કાંઠા પર પગ દેવામાં સહાયભૂત બની રહી.
‘હવે આ હાથ છોડી દેવાશે નહિ !’ હોડીમાંથી કાંઠાની જમીન પર પગ દેતાં પોતાનો હાથ પકડી તેને સલામત રીતે ઊતરી જવામાં સહાયભૂત થયેલી મત્સ્યગંધા પ્રતિ હાસ્ય વેરતાં શાન્તનુએ કહ્યું.
પ્રત્યુત્તરમાં મત્સ્યગંધાએ મલકાતા મુખડે કહ્યું, ‘હજી મારો હાથ મારા બાપાએ તમારા હાથમાં મૂક્યો નથી ત્યાં સુધી તમે અધિકારની વાત કેમ કરી શકો?’
‘તમારા પિતાજી ના ભણશે જ નહિ.’ શાન્તનુએ પોતાનો