લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૪૯
 

વિશ્વાસ વ્યક્ત કર્યો ને સહાસ્ય બોલ્યો, ‘પોતાની પુત્રી હસ્તિનાપુરની મહારાણી બને, ઝૂંપડામાંથી રાજમહેલમાં મહાલતી થાય એ કયા પિતાને ન ગમે ?’ અને નિશ્ચયાત્મકભાવે ઉમેર્યું, ‘તમારા પિતા પણ ના ભણશે જ નહિ.’

કલાકો બંને નદીના બીજા તટ પરની વનરાજીમાં પ્રણયગોષ્ઠિ કરતાં રહ્યાં. ગોષ્ઠિનો દોર જેમ જેમ લંબાતો ગયો, તેમ તેમ બંને નજદીક આવતાં ગયાં. શાન્તનુ તો મત્સ્યગંધાના યૌવન છલકાવતાં દેહને સૌંદર્યથી મઢેલું જોઈ મુગ્ધ બની ગયો હતો. મત્સ્યગંધાને હૈયાસરસી જકડી લેવા અધિર બન્યો હતો, પણ મત્સ્યગંધા તેને દાદ દેતી ન હતી. ક્યારેક શાન્તનુની અવળચંડાઈથી બચવા તેનાથી દૂર પણ થતી હતી.

‘ક્યાં સુધી દૂર રહેશો?’ પોતાની પાસે ખેંચવા મત્સ્યગંધા પ્રતિ હાથ લંબાવી શાન્તનુ મોં મલકાવતાં પૂછતો ને ઉમેરતો, ‘એકાદ ક્ષણનો વિયોગ પણ મારાથી બરદાસ થઈ શકે તેમ નથી.’

‘જાણું છું, મહારાજા’ શાન્તનુની જેમ મત્સ્યગંધા પણ શાન્તનુમાં સમાઈ જવા તત્પર હતી, પણ તેના બાપની ઈચ્છા સર્વોપરી હતી, એટલે તે તેના બાપની મંજૂરી વિના પોતાના દિલમાં જ નહિ, પણ રોમેરોમ વ્યાપી રહેલા શાન્તનુની ઇચ્છાને દાદ દેતી ન હતી. શાન્તનુ મત્સ્યગંધાના સૌદર્યમાં એટલો બધો મોહાંધ બન્યો હતો કે તે હવે વિલંબ બરદાસ કરવા તૈયાર ન હતો. તેણે મત્સ્યગંધાને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો, ‘પુખ્તવયનાં જુવાનો પોતાની ઇચ્છા પ્રમાણે લગ્ન કરે તેમાં માબાપ અવરોધક બને જ નહિ. તું અકારણ તારા બાપથી ડરે છે. તારા બાપ મહારાજા શાન્તનુને તેની દીકરી પોતાનું સમર્પણ કરે તેમાં અવરોધક બનશે જ નહિ.’

‘તમે જે કહો છો તે તમારા સમાજ માટે હશે, અમારા સમાજમાં તો પિતાની પસંદગીવાળા જુવાનને જ તેની