તેનો સ્વીકાર પણ કરી શકે તેમ નથી.’
‘ના, માછીમારની માંગણીનો સ્વીકાર કરીને પિતાજીની જિંંદગી બચાવવી જોઈએ.’ દેવવ્રતે પૂછ્યું.‘માછીમારની માંગણી શી છે એ તો કહો?’
‘શું કહું, યુવરાજ ! નાના મોંએ મોટી વાત વાત કરવા જેવી વાત છે.’ મંત્રી ગુમરાહ થઈ ગયો હોય એમ બોલ્યો.
‘માછીમાર તેની દીકરીને જે દીકરો થાય તે ગાદીપતિ થાય એવી શરત મૂકે છે. મહારાજ એવી શરત સ્વીકારવા તૈયાર નથી.’ ને ઉમેર્યું, ‘મહારાજ તેમના વડા પુત્ર દેવવ્રતના હક્કને છીનવી લેવા તૈયાર પણ કેમ થાય ?’
‘તો દીકરાના હક્કની રક્ષા કાજે મહારાજા પોતાનો જાન આપે તે પણ કેમ ચલાવી લેવાય ?’ દેવવ્રતે સામે પ્રશ્ન કર્યો.
‘તો શું થાય યુવરાજ ?’ નિરાશભર્યાં વદને મંત્રીએ પૂછ્યું.
‘હું હસ્તિનાપુરની ગાદી પરનો મારો હક્ક છોડી દેવા તૈયાર છું.’ દેવવ્રતે તેનો નિર્ણય જાહેર કર્યો.
‘પણ એ તો મહા ભારે અનર્થ ગણાય.’
‘નહિ, અનર્થ નથી. હું મારી સ્વેચ્છાથી મારો હક્ક જતો કરવા માગું છું. પિતાજી ક્યાં મારો હક છીનવી લે છે ?’
‘પણ તમે મહારાજા જે દરખાસ્ત સ્વીકારવા તૈયાર નથી એ દરખાસ્તને સ્વીકાર કરો તો મહારાજાને ગમશે?’
‘નહિ જ ગમે, એ હું જાણું છું.’ દેવવ્રત બોલ્યો, ‘પણ મારે હમણાં ક્યાં તેમને જણાવવું છે ? માછીમાર સમક્ષ જઈને તેની દરખાસ્ત સ્વીકારી લઈશ. માને લઈ પિતાજી સમક્ષ હાજર થઈશ ત્યારે ભલે જાણે, પણ પછી શું કરવાના હતા ?’
મંત્રી દેવત્રતના મહાત્યાગની વાત સાંભળતાં નવાઈ પામ્યો. જ્યારે હક્ક પ્રાપ્ત કરવા માટે ભાઈઓ આપસમાં લડે છે ત્યારે દેવવ્રત તેનો સ્વાભાવિક હક્ક છોડી દેવા તૈયાર થાય છે! તેને