પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૬

ઘર ભણી

"પહોંચ્યા છીએ, ડૉક્ટાર!" બીજી વારનું ભૂંગળું વાગ્યું તે સાથે જ રતુભાઈ હામ ભીડીને બાકીનો માર્ગ કાપવા સારુ ઊપડતું ગિયર ફેરવવા જાય, ત્યાં તો એક સાર્જન્ટ આડો ફરી વળે છે, કારને થંભાવે છે, અને આજ્ઞા કરે છે: "ગેટ ડાઉન યુ ઑલ: બૅગ ઍન્ડ બૅગેજ." (તમે બધાં જ તમારાં ગાંસડા પોટલાં સાથે ઊતરી જાઓ.)

"કાં ભાઈ?"

"સરકારને ખપ છે."

"પણ આ સ્ટીમર પર પહોંચવું છે."

"શબ્દ પણ વધુ નહીં, ઊતરી જાઓ."

ડોક્ટર નૌતમ તો ચોંકી ઊઠ્યા. રતુભાઈએ પાછા વળીને કહ્યું: "દલીલો નકામી છે, ઊતરો ડૉક્ટર!"

હેમકુંવરબહેનને લબડધકડ બહાર કાઢીને ફૂટપાથ પર બાબલાને લઈ ઊભેલા ડૉક્ટર જુએ છે કે એ મિલિટરીએ કબજે લીધેલી કાર શહેરમાં જાય છે. તાબડતોબ પાછી આવે છે. એમાં બેઠેલાં ચાર ગોરાં મોં દેખાય છે: એક સ્ત્રી છે, એક પુરુષ છે, બે બાળકો છે.

સ્ત્રીની આંખોએ ડૉ. નૌતમને જોયો. બેઉએ પરસ્પર ઓળખ્યાં. પીમનાની ક્લબમાં તે દિવસે બર્મોદ્ધારણિની ઈસુધર્મસેવિકા આવી હતી તે જ આ તો! ડૉ નૌતમને દેખતાં જ એણે સાથેના પુરુષના કાનમાં બબડાટ કર્યો : "જોયો પપ્પા ! આ જ પેલો...." અને કાર એ કુટુંબને ઉપાડી સ્ટીમર તરફ સડસડાટ ચાલી.

એકાએક તીક્ષ્ણ અવાજે કોઈ દૈત્ય ચીસ પાડી ઊઠ્યો. ભયની સાઇરન બજી. ભાગો શત્રુ-વિમાનો આવી રહ્યાં છે.

ભયની સાઇરન ભેગો તો સ્ટીમરનો પુલ ખેંચાઈ ગયો અને વગર અવાજે સ્ટીમરે ભાગવા માંડ્યું. કોણ ચડી ગયું ને કોણ રહી ગયું એ