પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


લાકડાનાં જંગલોના ધણી થયા છે. એના તેલના કૂવા પણ આપણા હાથમાં છે.

"દાક્તરોનું કેમ છે?"

"બસ સલામત છે હિંદી દાક્તરો. અહીં બર્મી પુરુષો દાક્તરો છે જ નહીં. સ્ત્રીઓ કોઈ કોઈ બની રહી છે. પણ ભીડાભીડ નથી."

"ત્યારે તો જખ મારે છે!" ડૉ નૌતમે પત્નીને કહ્યું : "આપણે નિરાંતવાં રહો."

આ વાતો થતી હતી ત્યાં જ બારણાની ઘંટડી વાગી અને ઊઘડતાં દ્વાર વચ્ચે એક પ્રૌઢ પાકટ સ્ત્રી દેખાઈ. એ બે દિવસ પર મળેલી ઢો-સ્વે હતી. સ્વે એનું નામ હતું. 'ઢો' એની ઉંમર દર્શાવનાર પ્રત્યય હતો. બ્રહ્મદેશમાં યુવાન સ્ત્રીના નામ આગળ હંમશા 'મા' (બહેન) ને પ્રૌઢ પાકટના નામ આગાળ 'ઢો' લગાડીને જ બોલાવાય છે. મા-સ્વે એટલે સ્વે-બહેન, ઢો-સ્વે એટલે સ્વે કાકી જેવું. સ્વે એટલે સોનું. આપણે કહી છીએ. 'સોનાં આઈ' એના જેવું જ.

એને દેખી એક તો ડૉ. નૌતમ પિતાનાં સ્મરણોમાં અટવાઈ ગયો, ને બીજું એને સત્કાર શબ્દ નહોતો આવડતો. પણ રતુભાઈએએ કહ્યું "ચ્વાબા, ઢો-સ્વે" (પધારો, સ્વે કાકી.)

"એ ભૂત !" ડૉ. નૌતમે પત્નીએ કહ્યું, "એને મળ તો ખરી."

હેમકુંવરબહેન બાપડાં કાઠિયાવાડમાંથી પહેલી જ વાર બહાર નીકળેલાં, એમાં આ બ્રહ્મદેશને તો કામરૂ દેશ જ સમજીને બેઠેલાં. પતિ પર કામણટૂમણ મંત્રધાગાના પ્રયોગો થવાની ધાસ્તી, વળી દેશમાં સાસુ પાસેથી ત્રૂટક એવું કાંઈક સાંભળેલું કે સસરા માંડ માંડ એક બર્મી સ્ત્રીને ઘેર બોકડો અથવા પોપટ બનતા બચીને દેશ ભેગા થયેલા - ઉપરાંત પાછો જેનો ધણી રૂપાળો તે સ્ત્રીની જંજાળનું તો પૂછવું જ શું ! એ તો આ બાઈને રાત્રીને ટાણે આવેલ જોઈને હેબતાઈ જ ગયાં.

છતાં ઢો-સ્વે પોતાની જાણે જ હેમકુંવર પાસે ગઈ અને જગતમાં ભાગ્યે જ બીજે ક્યાંઈ સાંભળવા મળે તેવી કુમાશથી પૂછ્યું : "ધીમા