પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નાવિકની ધા પરની પકડ ઢીલી પડી. એણે કહ્યું, "આજે સવારથી આ સંપાનમાં મેં પાંચ કાકાને કાપી નાખી ઇરાવદીમાં ફેંકી દીધા છે, પણ તું છઠ્ઠો મારા માથાનો મળ્યો !"

"ભાઈ, હું તો હિંદુ છું. પણ ધાર કે હું મુસ્લિમ હોત, તોયે મને મારીને તું શું લાભ ખાટત ?"

"ઢમ્મા." નાવિકને એક જ શબ્દ સૂઝ્યો.

"ધર્મ ?" રતુભાઈએ સામે પૂછ્યું.

"હા, બૌઢ્ઢાનો ઢમ્મા ! ગોઢમાનો ઢમ્મા !"

"નહીં રે નહીં. એ ધર્મ ગૌતમ બુદ્ધનો ન હોય. કોઈકે ક્યાંક ભૂલ ખાધી છે ને ભૂલ ખવરાવી છે. ખેર ! બસ હવે તો તું મને આ પહેલી મિલમાં જ ઉતારી દે."

"નહીં રે, હવે તો તને હું તારી મિલમાં જ મૂકી જઈશ. હવે તું ડર ના."

"તો કહે નાવિક, કલીકમાં મલૌ બાને ?" (હવે લબાડી નહીં કર ને ?)

"હવે કલીકમાં કરું નહીં કદી, બાબુ ! મારું દિલ ખાતરી પામ્યું છે કે તું કાકા કે ખોતોકલા નથી, તું બાબુ છે; તારો વાળ પણ વાંકો નહીં કરું. ફ્યા સુ."

ફ્યા સુ (પ્રભુના સોગંદ) કહ્યા પછી બરમો દગો દેતો નથી, સર્વ વાતોનું પૂર્ણવિરામ ’ફયા સુ’.

"બસ, તો પછી મને પહેલી જ મિલમાં ઉતારી દે."

"પણ શા માટે ?"

"તું નથી જાણતો કે ચોથી મિલ કોની છે ?"

"હા... હા... હા, બાબુ ! એ તો ખોતોકલાની, તું ત્યાં કામ કરે છે ?"

"હા, ભાઈ, એ અમારા હિંદુ માલિક કરતાં વધુ ઉદાર માલિક છે. તને હું ત્યાં નહીં લઈ જાઉં."