પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


"કેમ ?"

"કદાચ ત્યાંનો કોઈ મુસ્લિમ તને કાંઈ કરે, તો મારે જાન જ દેવો પડે. તેં મને જીવતદાન દીધું છે, પણ બીજા તને ન દે તો ? મને પહેલી જ મિલે ઉતાર."

પોતાની આગલી મિલના ઘાટ પર ઉતરી રતુભાઈએ કહ્યું: "હવે તું નાસ્તો કરવા ચાલ અંદર."

"ના, બાબુ." બરમો ઝંખવાયો.

"ચાલ, તને કોઈ ન છેડે. હું ભેગો છું. મારું દિલ છે કે તું કાંઈક ખાતો જા. અહીં કોઈ મુસલમીન નથી."

"કલીકમાં મલૌ બાને !" (લબાડી કરતો નહીં હો કે !) આ વખતે નાવિકનો વારો હતો.

"ફ્યા સુ." રતુભાઈએ શપથ ખાધા.

ઘાટ સાથે સંપાન બાંધીને નાવિકને લઈ રતુભાઈ પોતાની જૂની જૌહરીમલ-શામજી મિલમાં આવ્યા. એને ખવરાવ્યું, વધુ નાણાં આપી વળાવ્યો, તે વખતે પાછલી બાજુ કાળા કિકિયારા સંભળાતા હતા: "કાકાને કાપો !" "ફુંગીઓને કાપો !"

"આપણો અલી ક્યાં છે ?" રતુભાઈએ જૂની મિલવાળા મિત્રોને પહેલો જ પ્રશ્ન આ કર્યો.

"શિવશંકર એને ઘેર લઈ ગયા છે."

"અલીની બર્મી સ્ત્રી ?"

"સાથે જ ગઈ છે."

રતુભાઈને ફાળ પડી.