પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તસ્સ મિચ્છામિ દુક્કડં - મારૂં પાપ મિથ્યા થાઓ

આ અઢાર પાપસ્થાનક મારા જીવે (તમારા જીવે) સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યા હોય તે અનંતા સિધ્ધ કેવળીની સાક્ષી એ મિચ્છામિ દુક્કડં


૨૦. પચ્ચીશ પ્રકારના મિથ્યાત્વ

૧. અભિગ્રહિક મિથ્યાત્વ - સાચા ખોટાની ખબર વગર ખોટાને પકડી રાખે, મૂકે નહિ તે
૨. અણાભિગ્રહિક મિથ્યાત્વ - બધા દેવ, બધા ગુરૂને માને તે
૩. અભિનિવેશિક મિથ્યાત્વ - પોતાના મતને ખોટા જાણવા છતા મૂકે નહિ તે
૪. સાંશયિક મિથ્યાત્વ - (સત્યધર્મમાં) - શંકાશીલ રહેવુ તે
૫. અણાભોગ મિથ્યાત્વ - જેમાં બિલકુલ જાણપણું ન હોય તે
૬. લૌકિક મિથ્યાત્વ - આ દુનિયામાં જે દેવ ગુરુ ધર્મની વિપરીત સ્થાપના કરેલી છે તેને માનવા અને તેમનાં પર્વ વગેરે ઉજ્વવાં તે