પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૭. લોકોત્તર મિથ્યાત્વ - બીજા પાંખડી મતની પેઠે તીર્થકર દેવની માનતા કરે
૮. કુપ્રાવચન મિથ્યાત્વ - ૩૬૩ પાખડીમતને માને
૯. જીવને અજીવ શ્રદ્ધે (કહે), તે મિથ્યાત્વ
૧૦. અજીવન જીવ શ્રદ્ધે (કહે), તે મિથ્યાત્વ
૧૧. સાધુને કુસાધુ, શ્રદ્ધે (કહે), તે મિથ્યાત્વ
૧૨. કુસાધુ ને સાધુ, શ્રદ્ધે (કહે), તે મિથ્યાત્વ
૧૩. આઠ કર્મથી મુકાણા તેને નથી મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૪. આઠ કર્મથી નથી મુકાણા તેને મુકાણા શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૫. ધર્મને અધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૬. અધર્મને ધર્મ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૭. જિન માર્ગને અન્યમાર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૮. અન્ય માર્ગને જિન માર્ગ શ્રદ્ધે તે મિથ્યાત્વ
૧૯. જિન માર્ગથી ઓછુ પ્રરૂપે તે મિથ્યાત્વ
૨૦. જિન માર્ગથી અધિકું પ્રરૂપે તે મિથ્યાત્વ
૨૧. જિન માર્ગથી વિપરીત પ્રરૂપે તે મિથ્યાત્વ
૨૨. અવિનય મિથ્યાત્વ - ગુરુ આદિ વડીલ સંતપુરુષોને વિનય ન કરે તે