પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૨૩. અકિરિયા મિથ્યાત્વ - સંયમ આદિ ક્રિયાને માને નહિ તે
૨૪. અજ્ઞાન મિથ્યાત્વ - અજ્ઞાનને સારૂં કરી માને તે
૨૫. અસાતના મિથ્યાત્વ – ગુરુ આદિની આસાતના કરે તે
એ પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ મારા જીવે (તમારા જીવે) સેવ્યાં હોય, સેવરાવ્યાં હોય, સેવતા પ્રત્યે અનુમોદના કરી હોય (રૂડું જાણ્યું હોય) અરિહંત અનંત સિદ્ધ કેવળી ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.

૨૧. ચૌદ પ્રકારના સંમૂર્ચ્છિમ જીવ

ચૌદ પ્રકારના સંમૂર્છિમ જીવ (મનુષ્ય) ઉપજે છે તે સબંધી પાપદોષ લાગ્યા હોય તે આલોઉં:

૧. ઉચ્ચારેસુ વા - ઝાડામાં ઉપજે તે અને (વડીનીતમાં ઉપજે તે)
૨. પાસવણેસુ વા - લઘુનીતમાં ઉપજે તે (પેશાબમાં ઉપજે તે)
૩. ખેલેસુ વા - બળખામાં ઉપજે તે
૪. સિંઘાણએસુ વા - નાકના લીટમાં ઉપજે તે
૫. વતેંસુ વા - વમનમાં ઉપજે તે
૬. પિત્તેસુ વા - પિત્તમાં ઉપજે તે
૭. પૂએસુ વા - પરુમાં ઉપજે તે
૮. સોણિએસુ વા - લોહીમાં ઉપજે તે
૯. સુક્કેસુ વા - વિર્યમાં ઉપજે તે