પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાણ ભોયણા વિપ્પરિયાસિઆએ - પાણી અને ભોજનના વિપર્યાસ (ભ્રન્તિથી) (સ્વપ્નમાં સારા નરસા આહારપાણીથી ખુશી દિલગિરિ)
જો મે - જે મને
દેવસિઓ - દિવસ સંબંધી
અઈયારો કઓ - અતિચાર લાગ્યા હોય
તસ્સ મિચ્છામિ દુક્કડં - મારું પાપ મિથ્યા થાઓ

૨૪. બીજું શ્રમણસૂત્ર - ગોચરચર્યા સૂત્ર


(ગોચરીના દોષથી નિવર્તવાનો પાઠ)

પડિક્કમામિ - પાપનું નિવારણ કરૂં છું
ગોયરગ્ગ ચરિયાએ - ગાયની માફક થોડો થોડો આહાર લેવા જતાં, (ચરતી વખતે ગાય જેમ ઉપર ઉપરથી ઘાસ ખાય છે તેમ ઘણા ઘરેથી થોડો થોડો આહાર લેવો જેથી કોઈને જરા પણ તકલીફ પડે નહિ)
ભિક્‌ખાયરિયાએ - ભિક્ષા ચર્યામાં આહાર લેવા જતાં (જે અતિચાર લાગ્યા હોય તે કહે છે)
ઉગ્ઘાડ કવાડ ઉગ્ઘાડણાએ - વગર આજ્ઞાએ કમાડ ઉઘાડીને અંદર જવું કે અર્ધ ઉઘાડા કમાડ પૂરાં ઉઘાડીને અંદર જવા વડે
સાણા વચ્છા દારા સંઘટ્ટણાએ - કૂંતરાં વાછડા અને બાળકને અડીને ઓળંગીને જવા પડે