પૃષ્ઠ:Pratikraman Sutra.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હરિય ભોયણાએ - લીલોતરી સહિત ભોજન લેવા વડે
પચ્છા કમ્મિયાએ - આહાર વહોરાવ્યા પછી વહોરાવનાર સેચેત્ત પાણીથી હાથ આદિ ધૂએ વગેરે પશ્ચાત કર્મ લાગે છે તેવી ક્રિયાયુક્ત ભિક્ષા લેવાથી
પુરે કમ્મિયાએ - ભિક્ષા આપ્યા પહેલાં દાતા સચેત પાણીથી હાથ ધોવા વગેરે વડે પૂર્વ કર્મ લાગે છે તેવી ક્રિયાયુક્ત ભિક્ષા લેવાથી
અદિટ્ઠહડાએ - નજરે નથી દેખાતું તેવે સ્થળેથી લાવેલું લેવાથી
દગ સંસટ્ઠહડાએ - કાચાં પાણીનો સ્પર્શ કરીને દીધેલો આહાર લેવાથી
રય સંસટ્ઠહડાએ - સચેત પ્રુથ્વી આદિ રજનો સ્પર્શ કરીને દીધેલો આહાર લેવાથી
પારિસાડણિયાએ - વેરાતી ઢોળાતી છાંટા પાડતાં ભિક્ષા લેવી પડે
પારિટ્ઠાવણિયાએ - પરઠવવા લાયક આહાર લેવો પડે