પૃષ્ઠ:Pratimao.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
96
પ્રતિમાઓ
 

જઈને ઊભો રહ્યો ત્યારે એને યાદ આવ્યું કે આજ પોતે ગુપ્ત પરિભ્રમણની કશી જ ગોઠવણ કરવી ધારી નહોતી, આગલે દ્વારેથી જ જમવા જવા નીકળ્યો હતો ને પાછો દાખલ પણ ત્યાંથી જ થવાનો હતો, એટલે બારણું તો અંદરથી બંધ કરાવ્યું હતું. ઓચિંતાનો, ઔષધિ વિનાનો આ રૂ૫-પલટો આવશે એવી તો કલ્પના જ નહોતી. શી રીતે ઘરમાં પ્રવેશ કરી શકાશે ! વારાંગનાની હત્યાનું તો હમણાં જ બુમરાણ બોલશે !

એ દોડયો પોતાના દાક્તર મિત્રને ઘેર. મિત્ર ઘરમાં નહોતા. નોકરને પોતે એક ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીમાં લખ્યું હતું: “ભાઈ, મારે ઘેર, મારી પ્રયોગશાળામાં તમે જાતે જઈ, નં...ની દવાની પેટી લઈ આવજો. તમારે ત્યાં રાતના બાર બજે એક માણસ એ લેવા આવશે. એને પેટી દેજો. હું ભયાનક સંકટમાં છું. વિશેષ રૂબરૂ સમજાવીશ.”

અરધી રાતે જ્યારે એ પાછો આ મિત્રને ઘેર પેટી લેવા આવ્યો, ત્યારે મિત્ર એ ભયાનક સિકલને નખશિખ નિહાળી રહ્યો. નિહાળતાં નિહાળતાં એની નજર આ રાક્ષસી પુરુષના હાથની લાકડી પર ઠરી. શંકા પડી. પૂછયું: “કોણ છો તમે ?"

"દાક્તર...નો દૂત.”

“ક્યાં છે દાક્તર ....?"

“નહીં કહી શકું."

"બોલો ! કોણ છો તમે !" એ પ્રશ્ન ફરી વાર પૂછતાં તેણે રિવૉલ્વર તાકી. પિશાચ થંભ્યો.

"કદમ ઉપાડશો તો ફૂંકી દઈશ. બોલો, કોણ છો તમે ?”

“પિછાન કરવામાં સાર નથી.”

“બોલો, બીજો ઇલાજ નથી.”

"જોવું જ છે?"

એ હસ્યો. મોટા દાંત કાઢીને હસ્યો. પેટી ઉઘાડી રસાયન બનાવ્યું. છેલ્લા ટીપાની મેળવણીએ ગોટેગોટ ધુમાડાનાં વાદળાં જન્માવ્યાં. એ ઊકળતું રસાયણ એણે પીધું. અસુર અદશ્ય બન્યો. પ્રિય ડૉક્ટર-મિત્રની