પૃષ્ઠ:Pratimao.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
8
પ્રતિમાઓ
 

ગામડામાં: એક ગરીબ દાઈના ઘરમાં; કેમકે આ વૃદ્ધ યારની પ્યારભરી, રોમાંચિત, મદિરામસ્ત દુનિયામાં બાળકને માટે જગ્યા નહોતી. સુઘડ સંસારને ઊંબરેથી પાછી ધકાયેલી માતાને એક નરાતાર કુત્સિત સૃષ્ટિનું શરણ લેવામાં એક જ આશય હતો. જેને જમ્યો છે તેને પ્રતિષ્ઠિત જીવનમાં સ્થપાવવાનો.

દાઈ મગાવે તેમ તેમ પોતે ખરચી મોકલ્યા કરતી; અને કોઈ કોઈ વાર એકાદ ફોટોગ્રાફરને સાથે લઈ, રબ્બર ટાયરની સુંવાળી બગીમાં માતા દાઈને ઘેર જઈ પહોંચતી પુત્રનો વિચિત્ર વેશે ફોટો ખેંચાવતી. પોતે પણ પુત્રને ખોળામાં બેસારીને એક વાર તસવીર લેવરાવી - પણ તે તો સહેજ, ફોટોગ્રાફરના આગ્રહને વશ થઈ જઈને; સ્વેચ્છાથી નહીં. આ છબી પડાવી ત્યારે બાળક બે જ વર્ષનો હતો.

[4]

એક દિવસ એ દીકરાની દાઈ પોતાના ધણીને લઈ ઘણા જ ગભરાટભરી આવીને ઊભી રહી. ફળ ખાતી માતાએ પૂછ્યું: “કેમ? શું છે? કિકાને કેમ છે? કંઈ સમાચાર?”

“કીકાભાઈ તો મજામાં છે, બોન ! પણ અમારાં હાંડલાં અભડાઈ જશે.” દાઈએ પોતાનું સંકટ જણાવ્યું. ધણીના માથામાં ધબ્બો મારીને એણે વાત કરી: “આ પીટ્યાએ જૂગટું રમીને અમને બહુ ઊંડી ખાઈમાં હડસેલ્યાં છે, બોન ! અત્યારે મોટી રકમ વિના નીકળવાની બારી નથી રહી.”

“કેટલી મોટી રકમ?" માતાની કલ્પનામાં બાળકનું સત્યાનાશ તરવરી રહ્યું.

“પાંચસો રૂપિયા.”

રકમનું નામ પડતાં જ સ્ત્રીનું શરીર સંકોડાઈ ગયું. તાતી ઘડીએ એટલી રકમની ત્રેવડ ક્યાંથી કરવી? નાખી નજર કયાંય પહોંચે છે?

હા. હાથની આંગળી પર. સાચા હીરાથી જડિત વીંટી પર.

બુઢ્ઢા આશકે તો એને ખરાવીખરાવીને કહ્યું હતું કે એ વીંટી ક્યાંયે અળગી કરીશ મા.

પણ – પણ દરિયામાં ડૂબતું બાળક જાણે યાચના કરી રહ્યું: 'મા !