પૃષ્ઠ:Pratimao.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
50
પ્રતિમાઓ
 

“વાહ, શાબાશ ! શાબાશ ! સલામ !"

"સલામ, દાક્તર દાદા !”

પ્રભાતને એક સુંદર પહોરે જર્મનીના એક નાના-શા શહેરના એક ખાનગી દવાખાનામાં એક બુઢા દાક્તરની અને બાળક દર્દીઓની વચ્ચે આ પ્રમાણે વાતો થઈ ગઈ. હાજર હતાં તે તમામ દર્દીઓ હસતાં હસતાં આ દાક્તરનો તોર અને બાળકના શૂરભર્યા શબ્દો ઉપર ફિદા થઈ રહ્યાં હતાં. બાળકના આવા કટ્ટર પ્રત્યુત્તર પ્રસન્ન બનીને દાક્તર બેવડી તાકાત અનુભવતા હતા, એની કલમ નવાં દર્દીઓનાં નામો ટપકાવતી હતી. શહેરના એ પૂજનીય પુરુષ હતા. ફ્રેંચ તરફની એમની આ ધિક્કારવૃત્તિએ એમને પ્રજાની નજરમાં વધુ માનનીય બનાવ્યા હતા.

મા એક દયાવંત વૃદ્ધ દાક્તરના મેજ સામે પડેલું આ વાતાવરણ, ફ્રેંચો અને જર્મનો વચ્ચેની દુશ્મનાવટ કેટલી કટ્ટર બની હતી તે બતાવવા માટે બસ થઈ પડતું હતું.

થોડી વારે ફૂલોના ધીંગા ધીંગા હારતોરા લઈને દાક્તરના ઘરમાંથી એક જુવાન કન્યા બહાર નીકળી. “દાદા! કબ્રસ્તાને જાઉં છું.” કહીને એણે દાક્તરની સામે મોં મલકાવ્યું. “હા બચ્ચા, જઈ આવ. આજે એની ત્રીજી સંવત્સરી, ખરું કે ?" જવાબ દેતાં એની આંખો ભીની થઈ.

સ્વસ્તિક આકારની ખાંભીઓનું એક વિશાળ વન જાણે કે ગામની સ્મશાનભૂમિમાં પથરાઈ ગયું હતું. મૃત્યુએ મનુષ્યનાં શબો વાવીને પોતાની ફૂલવાડી ઉગાડી હતી. મહાયુધ્ધે ભોગ લીધેલા હજારો યુવાનો અહીં સૂતા હતા. કોણ કોનો બેટો ને કોનો પતિ ક્યાં સૂતો છે તેની નામનોંધ આ તમામ ખાંભીઓ ઉપર કોતરાયેલી હતી. એ બહોળા કબ્રસ્તાનની એક દિશામાંથી હૈયાફાટ છતાં રૂંધાયેલા રુદનના સ્વરો સંભળાતા હતા. નખશિખ શ્યામ પોશાકે ઊભેલી એક પચાસ વર્ષની બુઢ્ઢી માં એના દીકરાની ખાંભી ઉપર ફૂલહાર મૂકીને રોતી હતી.

એક ડોશી, બીજી ડોશી, બેઉ કાળા પોશાકમાં. રડે તો છે બન્ને પણ એકબીજાને દિલાસો ય દેતી જાય છે. બેઉ સમદુઃખી કાળા ઓળાયા